ડુંગળીના ફોતરા પણ છે ફાયદાકારક, અનેક રોગોમાં કરે છે અસર

ડુંગળી ખાધાં પછી ફોતરાનું શું કામ? તમે પણ આ જ વિચારીને તેને કચરામાં ફેંકી દઈએ છે. પરંતુ શું તમે જાણો છો કે ડુંગળીની છાલ તમારે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે…

સૂપ બનાવતી વખતે
ડાયેટરી નિષ્ણાત કવિતા દેવગણ કહે છે કે ઓક્સિડેન્ટ વિરોધી પદાર્થો ડુંગળીના ફોતરામાં મળી આવે છે, તેથી તેને ફેંકવાની જગ્યાએ, સૂપ બનાવતી વખતે તેમાં નાખવા જોઈએ. જ્યારે તમે સૂપ બનાવો છો, ત્યારે તેમાં ડુંગળીના છાલ નાખી શકો છો. સૂપ પીવા ટાઈમે ડુંગળીની છાલ અલગ કરી દો.

ખરાશ
જો તમે પાણીમાં ડુંગળીની છાલ ઉકળશો, તો તએ તમારા ગળાની ખરાશ કાઢી નાખશે.

બ્લડ પ્રેશર
ડુંગળીની છાલમાં ક્વેરસેટિન નામના ફ્લેનોવોલનું પ્રમાણ છે, જે તમારા બ્લડ પ્રેશરને ઘટાડવામાં ખુબ ઉપયોગી છે.

મચ્છર ઘરની અંદર આવશે નહીં
ડુંગળીના ફોતરા લાભદાયી છે. ખાસ કરીને તેઓ જંતુઓને ભગાડવામાં phenyl તરીકે કામ કરે છે. આગલા દિવસે આખી રાત પાણીમાં પલાડી રાખો. બીજા દિવસે આ પાણીને દરવાજા અને બારીઓ પર મુકી દો. આ પાણીની સુગંધ તીખી હોય છે જેના લિધે જંતુઓ અને મચ્છર ઘરમાં આવતા નથી. જો ડેન્ગૂના મચ્છરને નષ્ટ કરવા માટે ખુબ અસરકારક છે.

You might also like