ગરમીમાં કાચી ડુંગળી ખાવાના જબરજસ્ત ફાયદોઓ……

ખાવામાં ડુગળી નો ઉપયોગ ઘર હોય કે રેસ્ટોરંન્ટમાં કરવામાં આવતો જ હોય છે. પણ તેના આવા ફાયદા ઓ જાણીને તમે ડુગળીને ખાધા વગર રહી નહી શકો.

ગરમીઓમાં લુ વાતી હોય છે, એવામાં તેનાથી બચવા માટે તમારે ડુંગરીનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. તેનો રસ પીવાથી અને તળિયામાં માલીશ કરવાથી ખૂબ ફાયદાકારક નિવડે છે.

કાચી ડુંગળીના ઉપયોગથી વાળ લાંબા થાય છે, તમે ડુંગળીના રસને સ્કેલ્પમાં લગાવો અને એક કલાક બાદ નરમ ગરમ પાણીથી વાળોને ધોઈ લો, ડુંગળીમાં ઘણા એવા તત્વો હોય છે જે આપણને કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચાવે છે, સાથે જ ત્વચાનવા રોગોમાં પણ આરામદાયક નીવડે છે

બ્લડ પ્રેસરના દર્દીઓ માટે ડુંગળી વરદાન રૂપ હોય છે. તેનાથી બીપી નિયંત્રણમાં રહે છે. એટલા માટે ખાવાની સાથે કાચી ડુંગળી જરૂર ખાવી જોઈએ, કાચી ડુંગળી ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. ડુંગળીનો પ્રયોગ પુરુષોમાં યૌન ક્ષમતામાં પણ વધારે છે.

ગુંટણીયા વા ના દુખાવામાં પણ દર્દીને કાચી ડુંગળી ઘણી ફાયદા કારક નીવડે છે, સરસોના તેલમાં ડુંગળીના રસને ભેળવીને દુખતી જગ્યા પર માલિશ કરવી, ધ્યાન રહે આ ઉપચાર એક જ દિવસમાં ફાયદો આપતુ નથી. આનો પ્રયોગ એક મહિનો સતત કરવાનો રહેશે.

જે લોકોને પથરીની સમસ્યાથી પીડાતા હોય છે તેમણે ડુંગળીનો ઉપયોગ કરવો જોઈએ, ખરાબ ખાણી-પીણીના કારણે કિડનીમાં પથરીની સમસ્યા થતી હોય છે. ડુંગળીના રસમાં પથરીના દુખાવા સામે લડવાની ક્ષમતા હોય છે. રોજ સવારે ખાલી પેટે ડુંગળીના રસનું સેવન કરવાથી પથરીનો દુખાવો સમાપ્ત થાય છે.

ડુંગળીમાં ફોસ્ફરિક એસિડ હોય છે, જે આપણા લોહી માટે પ્યુરિફાયરનું કામ કરે છે, જો તમને નસો માં દુખાવાની સમસ્યા છે તો તમે ડુંગળીના રસને દુખાવાની જગ્યા પર લગાવિને માલિશ કરીને સુઈ જાઓ. આવુ સતત એક મહિનો કરવાથી સમસ્યામાં આરામ મળે છે.

You might also like