દલિત અત્યાચારના વિરોધમાં કોંગ્રેસના દેશવ્યાપી ધરણા, રાહુલ ગાંધી એકદીવસ ઉપવાસ પર

સંસદનું બજેટ સત્રનું બીજુ ચરણ હંગામા વચ્ચે પુરુ થઇ ગયા બાદ સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને એકબીજા પર સંસદ નહી ચલાવાનો આરોપ લગાવી રહ્યાં છે. આ કડીને લઇને ભાજપ અને કોંગ્રેસ દ્વારા એકબીજા વિરુધ્ધ ‘ઉપવાસ આંદોલન’ શરૂ કરી દીધું છે.

નરેન્દ્ર મોદી સરકારની નિષ્ફળતા અને સંસદ નહી ચલાવાના વિરોધમાં કોંગ્રેસ આજરોજ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતે વિરોધ -પ્રદર્શનની અધ્યક્ષતા કરશે. રાહુલ ગાંધી મહાત્મા ગાંધીની સમાધિ પર એક દિવસનો ઉપવાસ આંદોલન કરશે.

આ સાથે કોંગ્રેસ કાર્યકરો પણ એક દિવસનો ઉપવાસ કરશે. તેમજ દેશના દરેક રાજ્યોમાં કોંગ્રેસના મુખ્ય કાર્યાલયોમાં પ્રદર્શન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભાજપ પણ વિપક્ષ પર સંસદ નહી ચલાવાના આરોપ હેઠળ 12 એપ્રિલના રોજ પોતાના સાંસદો દ્વારા ઉપવાસની જાહેરાત કરી ચૂક્યું છે.

દલિતો પર હિંસાના વિરોધમાં આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપવાસ પર બેસશે. સવારે 10 વાગ્યે રાજઘાટ પહોંચીને ગાંધીજીની સમાધિની સામે ઉપવાસ પર બેસશે. રાહુલ ગાંધીની સાથે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ ઉપવાસમાં જોડાશે. કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓને પણ ઉપવાસ રાખવાનો નિર્દેશ કરાયો છે.

જેઓ પાર્ટી કાર્યાલય પર ઉપવાસ પર બેસશે. સાંપ્રદાયિક સૌહાર્દ બગડવાના માહોલ અને દલિતો પર થઈ રહેલા અત્યાચારને લઈને કોંગ્રેસે એક દિવસના પ્રતીક ઉપવાસ કરવાનો નિર્ણય કર્યો છે. બીજી એપ્રિલે દલિત સંગઠનોના ભારત બંધ દરમિયાન થયેલી હિંસાને કોંગ્રેસે દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે.

કોંગ્રેસે ભાજપ શાસિત કેદ્ર અને રાજ્ય સરકારોએ હિંસા રોકવા અને દલિતોના હકમાં સંરક્ષણ માટે કંઈ કહ્યું નથી તેવા આરોપ લગાવ્યા છે. દલિતો મુદ્દે વિપક્ષ કેદ્રની મોદી સરકારને ભીંસમાં લેવાના પ્રયાસો કરી રહી છે.

You might also like