વોટબેંકના ફાયદા માટે કોંગ્રેસ ઘૂસણખોરી થવા દે છે : અમિત શાહ

ધકુઆકોના : ભાજપ અધ્યક્ષ અમિત શાહે અસમની સત્તાધારી કોંગ્રેસ પાર્ટીની આકરી ઝાટકણી કાઢી હતી.અમિત શાહે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ સરકાર બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી નથી અટકાવી રહી. શાહનો આરોપ હતો કે બિનકાયદેસર રીતે ઘુસી રહેલા લોકોનો વોટબેંક તરીકે ફાયદો ઉઠાવી રહ્યું છે. પોતાનાં લાભ માટે કોંગ્રેસ બાંગ્લાદેશમાં ઘૂસણખોરી પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યું છે. શાહે કહ્યું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આસામમાં ચૂંટણી પ્રચાર માટે આવે છે. હું સોનિયાને પડકાર ફેંકુ છુ કે તેઓ બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી અટકાવશે. તે એવું નહી કરી શકે.
શાહે કહ્યું કે આસામમાં ભાજપની સરકાર બન્યા બાદ રાજ્યમાં ઘૂસણખોરીની સમસ્યાઓ સમાપ્ત થઇ જશે. અમે બાંગ્લાદેશ સીમાને સીલ કરી દઇશું અને કોઇ ઘૂસણખોરી આસામમાં નહી થવા દઇએ. તેનાં અનુસાર બાંગ્લાદેશી ઘૂસણકોરીની સમસ્યા માત્ર આસામની જ નહી પણ આખા દેશની છે. શાહે કહ્યું કે તે રાહુલ ગાંધીને પુછવા માંગે છે કે આઝાદી અને વિભાજનનાં સમયે કોંગ્રેસે અસમને ક્યાં મુક્યું હતું. તેણે કહ્યું કે જવાહરલાલ નેહરૂએ અસમને ડી કેટેગરીનાં રાજ્યોમાં મુક્યું હતું. મહાત્મા ગાંધી અને ગોપીનાથ બોરદોલોઇ (આસામનાં પહેલા મુખ્યમંત્રી)એ અસમને ભારતમાં રાખ્યું.

You might also like