કોંગ્રેસને મોદી વિરુધ્ધ ખોટા પુરાવા જોઇતા હતાઃ રાજેન્દ્રકુમાર

નવી દિલ્હી: ઈશરત કેસમાં આઈબીના પૂર્વ ઓફિસરે અગાઉની યુપીએ સરકાર ઉપર મોટો આરોપ મૂકયો છે. આઈબીના પૂર્વ સ્પે. ડાયરેકટર રાજેન્દ્રકુમારે કહ્યું છે કે, યુપીએ સરકારને ઈશરતના લશ્કર કનેકશનની પૂરી માહિતી હતી. પદની લાલચ આપીને સરકારે ગુપ્તચર રિપોર્ટ દબાવી રાખવા પ્રયાસ કર્યો હતો.

મુંબઈ હુમલા વિશે હેડલી દ્વારા અમેરિકી જેલમાંથી મુંબઈ કોર્ટમાં નિવેદન આપવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ઈશરત જહાંને લશ્કર-એ-તોયબાની સભ્ય પણ ગણાવવામાં આવી છે. આ અંગે આઈબીના પૂર્વ સ્પેશિયલ ડિરેકટર રાજેન્દ્રકુમાર દ્વારા પણ અમુક ખુલાસા કરવામાં આવ્યા છે. મીડિયા સાથેની મુલાકાતમાં રાજેન્દ્રકુમારે ખુલાસો કર્યો છે કે, તે સમયે તેમને મોદી સામે ખોટું નિવેદન કરવા માટે પણ મોટી લાલચ આપવામાં આવી હતી. કોંગ્રેસી નેતા તેમના માસ્ટર માઈન્ડથી આ કાવતરું ઘડી રહ્યાં છે, આ નેતા ગુજરાતના છે.

રાજેન્દ્રકુમારે શુક્રવારે કોંગ્રેસી નેતા સામે પડકારજનક નિવેદન કરવાનું શરૃ કરી દીધું છે. કુમારે કહ્યું છે કે, કોંગ્રેસના એક નેતા અને સીબીઆઈના એક પૂર્વ અધિકારીએ મને ફેક એન્કાઉન્ટર કેસમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો છે. હું સરકાર અને કોર્ટમાં આ બંને વિરુદ્ઘ અરજી કરીશ. કુમારે કહ્યું છે કે, મારી ફરિયાદમાં હું સીબીઆઈ અધિકારીના નામનો પણ ઉલ્લેખ કરીશ. તે સાથે જ કોંગ્રેસના એક નેતાએ તેમના રાજકીય કારણોથી સીબીઆઈનો ઉપયોગ કર્યો હતો. તે વાતનો ખુલાસો પણ હું મારી ફરિયાદમાં કરીશ.

મીડિયા સાથેની મુલાકાતમાં રાજેન્દ્ર કુમારે ખુલાસો કર્યો છે કે, તે સમયે તેમને મોદી સામે ખોટંુ નિવેદન કરવા માટે પણ મોટી લાલચ આપી હતી. તેમના અને તેમના અધિકારીઓ પર સીબીઆઈએ દબાણ કર્યું હતું કે તેઓ તેમના મ્હોરા બની જાય. તેથી તે સમયની સરકારના મુખ્ય વિરોધીને જેલમાં નાખી શકાય. રાજેન્દ્ર કુમારના મત પ્રમાણે તેઓ લોકતંત્ર સામે એક રાજકીય ષડયંત્ર બનાવી રહ્યા હતા. આઈબીને પણ તેમા સામેલ કરીને તેને પણ બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સાક્ષીઓ ઉપર પણ દબાણ કરવામાં આવતંુ હતું. તેમને લાલચ આપવામાં આવતી હતી કે નિવૃત્તિ પછી તેમને સારા મોટા પદ પર નોકરી આપવામાં આવશે. પરંતુ હું ન માન્યો અને મે ખોટા પુરાવા ન આપ્યા.

રાજેન્દ્ર કુમારે વધુમાં જણાવ્યું કે, તેઓ ઈચ્છતા હતા કે અમે એવું નિવેદન આપીએ જે તે સમયે યુપીએ સરકાર માટે પડકાર બની ગયેલા ગુજરાતના તે સમયના સીએમ સામે પુરાવા તરીકે ઉપયોગ કરી શકે. પરંતુ મેં ખોટું નિવેદન આપવાની ના પાડી દીધી હતી. રાજેન્દ્ર કુમારના આ નિવેદન પછી દેશના સમગ્ર રાજકારણમાં હોબાળો થઈ ગયો છે.

You might also like