માર્કેટ કેપમાં ઓએનજીસીએ ઈન્ફોસિસને પાછળ રાખી

અમદાવાદ, શુક્રવાર
આજે શરૂઆતે શેરબજારમાં શુષ્ક ચાલ જોવા મળી હતી, જોકે પાછળથી તુરત જ ઘટાડે જોવા મળેલી ખરીદીના પગલે બજારમાં સુધારાની ચાલ જોવા મળી હતી. રિલાયન્સ કંપનીના શેરમાં સુધારો નોંધાયો હતો, જોકે માર્કેટ કેપના દૃષ્ટિકોણથી ઓએનજીસી કંપનીએ ઇન્ફોસિસને પાછળ રાખી દીધી છે.

ઇન્ફોસિસ કંપનીના શેરમાં એક ટકાનો શરૂઆતે જોવા મળેલા ઘટાડાના પગલે આ કંપનીની માર્કેટ કેપ કે જે ગઇ કાલે ૨,૫૧,૭૫૪ હતી તે ઘટીને આજે શરૂઆતે ૨,૪૮,૮૦૬ કરોડની થઇ છે, જ્યારે ઓએનજીસીના શેરમાં જોવા મળેલા ૦.૧૫ ટકાના સુધારાના પગલે તેની માર્કેટ કેપમાં વધારો નોંધાતો જોવા મળ્યો છે, જે માર્કેટ કેપની દૃષ્ટિએ નવમા ક્રમે જોવા મળી છે, જે ગઇ કાલે ૧૦મા ક્રમે હતી.

રિલાયન્સ  – ૫,૮૬,૩૨૪
ટીસીએસ –  ૫,૫૭,૭૩૭
એચડીએફસી બેન્ક –  ૪,૯૮,૩૯૧
આઇટીસી  –  ૩,૩૪,૮૧૦
એચડીએફસી –  ૩,૦૩,૦૮૦
એચયુએલ  –  ૨,૯૩,૫૦૩
મારુતિ સુઝુકી –  ૨,૮૨,૨૨૨
એસબીઆઈ   –   ૨,૬૧,૮૫૩
ઓએનજીસી –  ૨,૪૯,૪૧૩
ઈન્ફોસિસ –   ૨,૪૮,૮૦૬
(આજે શરૂઆતે આંકડા કરોડમાં)

You might also like