ઓએનજીસીની પાઈપલાઈનમાં હોલ પાડી વાલ્વ દ્વારા ઓઈલ ચોરી કરવાનું કૌભાંડ

અમદાવાદ: અમદાવાદ અડીને અાવેલા બારેજાની સીમમાંથી પસાર થતી ઓએનજીસીની પાઈપલાઈનમાંથી ઓઈલની ચોરી કરવાનું કૌભાંડ ચાલતું હોઈ અા અંગે અસલાલી પોલીસે ગુનો દાખલ કરી સઘન તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે અસલાલી અને બારેજા વચ્ચે સીમમાંથી પસાર થતી ઓએનજીસી પાઈપલાઈનમાં કાણા પાડી વાલ્વ બેસાડી ઓઈલની ચોરી કરવામાં અાવતી હોવાની ગુપ્ત બાતમી મળતા ઓએનજીસી અધિકારીઓએ તાત્કાલીક પહોંચી જઈ તપાસ કરતા પાઈપલાઈનમાં કાણા પાડી વાલ્વ બેસાડ્યા હોવાનું જણાયું હતું.

ઓએનજીસીના અધિકારીઓએ અા અંગે અસલાલી પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલીક પહોંચી જઈ ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. અા પાઈપલાઈનમાંથી કેટલા સમયથી ઓઈલની ચોરી થતી હતી તે અંગે હજુ સુધી કોઈ પોલીસને વિગત મળી નથી. પોલીસે અાજુબાજુના ખેતરોમાં કામ કરતા મજુરોની સઘન પુછપરછ શરૂ કરી છે. ઓઈલ ચોરો સિફતપૂર્વક ઓએનજીસીની પાઈપલાઈનની અાજુબાજુ ઊંડો ખાડો પાડી મશીન દ્વારા હોલ પાડતા હતા. ત્યારબાદ અા હોલમાં અાધુનિક વાલ્વ બેસાડી ઓઈલની ચોરી કરતા હોવાનું જાણવા મળ્યું હતું. અા અંગે ઓએનજીસીના અધિકારી દિનેશ પ્રસાદ ગુપ્તાએ અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
http://sambhaavnews.com/

You might also like