અમેરિકામાં અલ્પેશ પ્રજાપતિ નામનાં વધુ એક ગુજરાતીની હત્યા

અમેરિકામાં ગુજરાતીઓની હત્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. એટલાન્ટાનાં મેકનમાં વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. 36 વર્ષીય અલ્પેશ પ્રજાપતિ મૂળ મહેસાણાનાં કૈયલ ગામનાં વતની હતાં અને એટલાન્ટાનાં ગ્રોસરીનાં સ્ટોરમાં કામ કરતાં હતાં અને લૂંટનાં ઈરાદે આવેલાં બે અશ્વેતોએ અંધાધૂન ફાયરિંગ કરતા અલ્પેશને માથામાં ગોળી મારી હતી.

ગંભીર રીતે ઘાયલ અલ્પેશને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. મહત્વનું છે કે આજ સ્ટોરમાં એક વર્ષ પહેલાં પણ લૂંટની ઘટના બની હતી. બે હત્યારાઓ જ્યારે સ્ટોરમાં અચાનક ત્રાટક્યાં હતાં ત્યારે અલ્પેશે ઈમરજન્સી એલાર્મનું બટન પણ દબાવી દીધું હતું. જે બાદ લૂંટનાં ઈરાદે આવેલાં હત્યારાઓ અલ્પેશને કેમેરા રેન્જથી બહાર લઈ ગયાં હતાં અને કેશિયર ડિપાર્ટમેન્ટમાં લઈ જઈને ગોળી મારી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે હમણાં થોડાંક સમય પહેલાં મૂળ વડોદરાનાં અને અમેરિકાનાં જ્યોર્જિયામાં રહેતા એવાં મૂળ વડોદરાનાં હરિકૃષ્ણ મિસ્ત્રી નામનાં વ્યક્તિની પણ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. તેમજ અમેરિકાનાં પણ બે અલગ અલગ વિસ્તારોમાં બે ગુજરાતીઓની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.

You might also like