એક વર્ષમાં રૂપિયો ૬૯ની સપાટીએ પહોંચી શકે

મુંબઇ: આગામી એક વર્ષમાં ડોલર સામે રૂપિયો વધુ નરમ પડી શકે છે. સિટી ગ્રૂપના અનુમાન પ્રમાણે ડોલર સામે રૂપિયો આગામી ૯થી ૧૨ મહિનામાં ૬૯ની સપાટીએ જોવાઇ શકે છે. સિટી ગ્રૂપના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં ડોલર સામે રૂપિયામાં સતત નરમાઇ જોવા મળી શકે છે, જોકે રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે આ ઘટાડાની ગતિ ઝડપી નહીં હોય.

વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમતોમાં વધારો થવાના અંદાજ પાછળ વર્ષમાં છેલ્લા છ મહિનામાં ડોલર સામે રૂપિયામાં ઘટાડો જોવા મળી શકે છે. જાણકારોના કહેવા પ્રમાણે ડોલર સામે રૂપિયો નરમ પડતાં આયાતકારો મુશ્કેલીમાં મુકાઇ શકે છે.

સિટી ગ્રૂપના રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરાઇ છે કે ઊભરતા દેશોનાં ચલણની સરખામણીએ ડોલરમાં નરમાઇ ચાલુ રહેલી જોવાય તો રૂપિયામાં સ્થિરતા જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે ડોલર સામે રૂપિયો છેલ્લે ૬૬ની સપાટીની ઉપર ૬૬.૬૩ની સપાટીએ બંધ થયો હતો.

You might also like