એક વખત અચૂકથી મુલાકાત લો લોનાવાલા

મહારાષ્ટ્રમાં આવેલું એક નાનું હિલસ્ટેશન લોનાવાલા પોતાની નેચરલ બ્યુટી માટે પ્રખ્યાત છે. સુંદર ઝીલ અને ઝરણાનું આ શહેર ટૂરિસ્ટોનું ડીલ જીતવા માટે આખું વર્ષ સ્વાગત કરે છે. પુણેથી ૬૪ કિમી તથા મુંબઈથી ૯૬ કિમી દૂર આ શહેર એક સારા વિકેન્ડ માટે હાથ ફેલાવીને ખેંચે છે.

સમુદ્રતળથી ૬૨૪ મીટરની ઉચાઇ પર આવેલું હરિયાળી પર્વતમાળાઓથી ઘેરાયેલ લોનાવાલાની સુંદરતાને જોયા વગર કેમ રહી શકાય. અહીયા ફરવા લાયક ઘણી જ જ્ગ્યાઓ છે. ટ્રેકિંગનું મન થાય તો પહાડો ચડવાની પણ સુવિધા છે ટ્રેકિંગ કરતા સમયે પહાડોનો નજારો કંઇક અલગ જ અનુભવ કરાવે છે. આ નાના શહેરોમાં ફરવા માટે કેટલીક જ્ગ્યાઓ છે. જેમકે, રાજમચી પોઈન્ટ, લોનાવાલા ઝીલ, કરલા કેવ્સ, લોહાગઢ ફોર્ટ, બુશી ડેમ, રઈવુડ પાર્ક તથા શિવાજી ઉદ્યાન પ્રમુખ છે. પરિવાર સાથે ફરવા જવું અથવા મિત્રો સાથે મસ્તી કરવી હોય, અ જગ્યા મોકાની છે.

lonavala-2

રાજમચી પોઈન્ટ
લોનાવાલાથી લગભગ ૬ કિમીનાં અંતરે સુંદર વાદીઓથી ભરપૂર એક બીજી જગ્યા છે રાજમચી. તેનું નામ અહીંનાં ગામ રાજમચીના નામ પરથી પડ્યું છે. અહિયાં ખાસ એટ્રેકશન શિવાજીની કિલ્લો અને રાજમચી વાઈલ્ડ લાઈફ અભયારણ્ય છે. આ જગ્યાની સુંદરતા ટૂરીસ્ટોને ખુબ જ લુભાવે છે.

આ સ્થળ પૂરી રીતે હરિયાળીથી ભરેલું છે. ઘણા બધા વૃક્ષો અને ધરતી પર ફેલાયેલ ઘાસનો વિસ્તાર બધાનું મન મોહી લે છે. મોટા સાથે બાળકો પણ અહિયાં ખુબ જ મસ્તી કરે છે. પાર્કમાં સ્થિત પ્રાચીન શિવ મંદિર ભગવાન શિવ પ્રતિ શ્રદ્ધા અને આસ્થાનો સંચાર કરે છે.

lonavala-3

લોનાવાલાથી ૨૦ કિલોમીટર દૂર સમુદ્રતળથી ૧,૦૫૦ મીટરની ઊંચાઈ પર વસેલો લોહાગઢ કિલ્લો જોવાલાયક સ્થળ છે. આ કિલ્લાની બનાવટ અને તેની એતિહાસિકતા આપણને તેની તરફ ખેંચે છે. આ કિલ્લો શિવાજીનું યુદ્ધસ્થળ પણ હતું, વિશાળ ખડક પર સ્થિત આ કિલ્લામાં કેદીઓ માટે લોખંડના દરવાજા લગાવવામાં આવ્યા હતા.

લોનાવાલાથી ૬ કિલોમીટરના અંતરે આવેલ બુશી ડેમ એક ફેમસ પિકનિક સ્પોટ છે, વરસાદના દિવસોમાં આ ડેમ પાણીથી છલોછલ ભરાઈ જાય છે ત્યારે તેની સુંદરતા જોવા લાયક હોય છે. અહિયાં કેટલાક પર્યટક પહોંચે છે.

lonavala-4

લોનાવાલાનું હવામાન હંમેશા જ સુખદ હોય છે. અહિયાં કોઈ પણ સિઝનમાં આવી શકો છો. પરંતુ માર્ચથી લઈને ઓક્ટોબર વચ્ચે જાઓ તો તેની મજા બેગણી થઇ જશે. ચોમાસાની ઋતુ અહિનાં તળાવ અને ઝરણાને નિહાળવા માટેનો શ્રેષ્ઠ સમય છે.

જો અહીના પ્રસિધ્ધ નાસ્તાની વાત કરીએ તો લોનાવાલા ચીક્કી માટે મશહૂર છે. તલ, કાજુ, બદામ, મગફળી, પીસ્તા, અખરોટ જેવા મેવાની ગોળ અથવા ખાંડમાંથી બનાવેલી ચીક્કી ખુબ જ ટેસ્ટી હોય છે. લોનાવાલાની યાદગીરી માટે તમે અહીંથી ચીક્કી, ચોકલેટ સાથે લઇ જઈ શકો છો.

 

You might also like