એક તરફી પ્રેમમાં પાગલ આશિકે યુવતીની જિંદગી નરક બનાવી દીધી

અમદાવાદ: એક તરફી પ્રેમમાં પાગલ બનેલા આશિકે સરકારી નોકરી કરતી પરિણીત યુવતીની સાસરીમાં લવલેટર તેમજ ગિફ્ટ મોકલીને યુવતીની જિંદગી બરબાદ કરી દીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આશિકનાં કરતૂતોના કારણે છેલ્લા એક વર્ષથી યુવતી તેના પિયરમાં રહે છે. તેમ છતાંય આશિકે સાસરીમાં ગિફ્ટ અને લવલેટર મોકલવાનું બંધ નહીં કરતાં યુવતીની જિંદગી નરક સમાન બની ગઈ છે. નરોડા પોલીસે અજાણ્યા યુવકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

શહેરના નરોડા વિસ્તારમાં રહેતાં કિર્તિબહેન સરકારી નોકરી કરે છે. ત્રણ વર્ષ પહેલાં કિર્તિબહેનના લગ્ન અમરાઇવાડીમાં રહેતા અજય નામના યુવક સાથે થયા હતા. લગ્નના 6 મહિના પછી કિર્તિબહેનની સાસરીમાં એક ગિફ્ટ આવી હતી અને પછી એક લવલેટર આવ્યો હતો. ત્યારબાદ ગિફ્ટ અને લવલેટર આવવાનો સિલસિલો શરૂ થઇ ગયો હતો.

આ ઘટનાને લઇને કીર્તિબહેન તેમજ અજયભાઇ વચ્ચે અનેક વખત બોલાચાલી થતી હતી. આશિક ઓનલાઇન શો‌િપંગ કરીને ક‌ી‌િર્તબહેન માટે સાડી, ડ્રેસ તેમજ અન્ય ચીજવસ્તુઓની ગિફ્ટ મોકલાવતો હતો તેમજ સંખ્યાબંધ લવલેટર મોકલતો હતો. એક વર્ષ પહેલાં આશિકનાં કરતૂતોના કારણે અજયભાઇ અને કી‌િર્તબહેન વચ્ચે મોટો ઝઘડો થયો હતો, જેના કારણે કી‌િર્તબહેન તેમની બે વર્ષની પુત્રીને લઇને પિયરમાં આવી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે એક વર્ષથી કિર્તિબહેન તેમના પિયરમાં રહે છે તેમ છતાંય આશિકે ગિફ્ટ મોકલવાનું બંધ નથી કર્યું. નરોડા પોલીસ સ્ટેશનમાં કિર્તિબહેન જાણવાજોગ અરજી કરી હતી, જેમાં પોલીસે તપાસ શરૂ કરી હતી. જોકે આશિકનાં કરતૂતો બંધ થવાની જગ્યાએ વધી જતાં કી‌િર્તબહેને જી ડ‌િવિઝનના એસીપી જે.એન. પરમારને સમગ્ર ઘટનાની રજૂઆત કરી હતી. એસીપીએ કિર્તિબહેન કહેલી હકીકતના આધારે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવા માટેનો આદેશ આપ્યો હતો. નરોડા પોલીસે અજાણ્યા યુવક વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે.

નરોડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.ડી. પરમારે જણાવ્યું છે કે આશિકનાં કરતૂતોના કારણે કિર્તિબહેન તેમના પિયર છેલ્લા એક વર્ષથી રહે છે તેમ છતાંય આશિક તેની સાસરીમાં ગિફ્ટ તેમજ લવલેટર મોકલીને ‌કિર્તિબહેનને બદનામ કરી રહ્યો છે. તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ઓનલાઇન શોપિંગ કરીને આશિક કિર્તિબહેનને ગિફ્ટ મોકલતો હતો, જેથી અમે ઓનલાઇન શોપિંગના કરનાર લોકોના ડેટા તપાસી રહ્યા છે ત્યારે બીજી તરફ તેની સાસરીમાં આવેલા લવલેટર પણ કબજે કરવા માટેની તજવીજ શરૂ કરી છે. કિર્તિબહેનને બદનામ કરવા માટે કોઇ જાણભેદુની સંડોવણી હોય તેવી શક્યતાઓ છે.
(તમામ પાત્રોના નામ બદલ્યાં છે)
http://sambhaavnews.com/

You might also like