રૂ. એકનો સિક્કો નહીં સ્વીકારનારને જેલ થઈ શકે છે: RBIની ગાઇડ લાઇન્સ

રાયબરેલી: એક રૂપિયાનો નાનો સિક્કો નહીં સ્વીકારનારને હવે જેલની હવા ખાવી પડશે. અફવાઓને લઈને આજ કાલ રૂ. ૧નો નાનો સિક્કો સામાન્ય લોકોથી લઈને વેપારીઓ સુધી તેમજ સરકારી વિભાગો માટે મુસીબત બની ગયો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આ સિક્કો નહીં સ્વીકારનાર સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશો આપ્યા છે.

રિઝર્વ બેન્કે એવો આદેશ કર્યો છે કે જો કોઈ રૂ. ૧નો નાનો સિક્કો સ્વીકારવાની ના પાડશે તો તેના વિરુદ્ધ ભારતીય કરન્સીનું અપમાન કરવાનો કેસ દાખલ કરીને તેને જેલમાં મોકલવામાં આવશે. બેન્કોને પણ એવી સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાની કરન્સી ચેસ્ટમાં આ સિક્કા લેવા માટે ના ન પાડે. જે બેન્કો આ સિક્કા સ્વીકારવાનો ઈન્કાર કરશે તેના મેનેજર વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.

રાયબરેલી જિલ્લાની એક અગ્રણી બેન્કના મેનેજર વ્રજમોહને જણાવ્યું છે કે રિઝર્વ બેન્કે સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે કે રૂ. એકનો નાનો સિક્કો નહીં લેનારા લોકો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. તેમના વિરુદ્ધ કેસ દાખલ કરીને તેમને જેલમાં મોકલવામાં આવશે. જે લોકો સિક્કો સ્વીકારવાની ના પાડશે તેમની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવશે. ભારતીય કરન્સી નહીં સ્વીકારવી એ સંગીન અપરાધ બને છે.

You might also like