ઇજિપ્ત: પોલીસ ચોકી પર બંદૂકધારીઓનો હુમલો, એક પોલીસકર્મીનું મોત

કાહીરા: ઇજિપ્તના ગીઝામાં અજાણ્યા બંદુકધારીઓએ પોલીસકર્મીઓ પર કરવામાં આવેલા હુમલામાં એક પોલીસ અધિકારીનું મોત નિપજ્યું છે અને એક વ્યક્તિને ઇજા પહોંચી છે. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે બાઇક પર સવાર મોં ઢાંકેલા બંદૂકધારીઓએ અલ-મારાજિક નાકા પર હુમલો કર્યો અને ગોળીબારી શરૂ કરી દીધી.

તેમણે જણાવ્યું હતું કે એક નાગરિકને પણ ઇજા પહોંચી છે. તેમણે જણાવ્યું હતું કે સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારની ચારેય તરફ ઘેરાબંધી કરી લીધી છે અને હુમલાવરોની શોધખોળ માટે અભિયાન શરૂ કર્યું છે.

એક સ્થાનિક મીડિયાના સમાચાર અનુસાર અલ-બદ્રશીન કોર્ટની તપાસનો હવાલો આપતાં જણાવ્યું હતું કે ગત ત્રણ વર્ષમાં અલ-મારાજિક નાકા પર 18 વખત હુમલા થયા છે. સમાચાર અનુસાર તેમાંથી ચાર ઘટનાઓમાં ઘણા પોલીસકર્મીઓના મોત નિપજ્યા પરંતુ સુરક્ષાની કોઇ વ્યવસ્થા નથી.

You might also like