13મેથી શરૂ થશે OnePlus 6નું પ્રી-બુકિંગ, મળશે આ ખાસ ઑફર્સ

ચીની સ્માર્ટફોન મેકર  OnePlus ભારતમાં પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન OnePlus 6 17 મેના લોન્ચ કરશે. કંપનીએ સૌથી પહેલા એમેઝોન પર આ સ્માર્ફોનના સેલની જાહેરાત કરી છે, જેને Fast AF (Fast n First) નામ આપવામાં આવ્યુ છે. એમેઝોન પર આ સેલ 13-16 મેની વચ્ચે હશે, આ દરમિયાન કસ્ટમર્સ ઇ-ગિફ્ટ કાર્ડ ખરીદી શકશે.

ઇ-ગિફ્ટ કાર્ડ ખરીદનારા આ કસ્ટમર્સ 21-22 મેના OnePlus 6ની ખરીદી કરી શકશે. આ સિવાય આ કસ્ટમર્સને 3 મહિનાની વધારે વૉરન્ટી આપવામાં આવશે.

OnePlus 6ને પહેલા ખરીદવા માટે યૂઝર્સને 13-16મેની વચ્ચે 1000 રૂપિયાનું ગિફ્ટ કાર્ડ ખરીદવાનું રહેશે. જોકે તે ફોન ખરીદતા સમયે રિડિમ થઇ જશે. કંપની અનુસાર, અમુક યૂઝર્સને 1000 રૂપિયાનું એમેઝોન પે પર કેશબેક પણ આપવામાં આવશે.

આ સેલ વશે OnePlus Indiaના જનરલ મેનેજરે જણાવ્યુ કે, ”એક વખત ફરી કમ્યૂનિટી ફર્સ્ટ પહેલની હેઠળ અમે Fast AF સેલ શરૂ કરવા માટે ઉત્સાહિત છીએ, જેમાં ઘણા ફાયદા છે અને કસ્ટમર્સને દુનિયાભરમાં સૌથી પહેલા OnePlus 6 ના ખરીદાર બની શકે છે.”

એમેઝોન ઇન્ડિયાની કેટેગરી મેનેજમેન્ટ ડિરેક્ટર અનુસાર, ”એમેઝોન અને વન પ્લસ બંને કસ્ટમર ફર્સ્ટ એપ્રોચ રાખે છે. આ સેલ હેઠળ કસ્ટમર્સને માત્ર એમેઝોન પર OnePlus 6 ખરીદવાનો મૌકો મળશે.”

તાજતેરમાં જ OnePlus દાવો કર્યો છે કે, ”OnePlus 6 લોન્ચ ઇવેન્ટની ટિકિટ માત્ર 4 મિનિટમાં વેચાઇ ગઇ. કંપનીએ કહ્યુ કે, 1500 ટિકિટ 4 મિનિટમાં વેચાય ગઇ અને આ ટિકિટ મુંબઇ લોન્ચ ઇવેન્ટની હતી જ્યાં 17મેના OnePlus 6  લોન્ચ કરવામાં આવશે.” કંપનીએ એમ પણ દાવો કર્યો કે, ”એમેઝોન પર OnePlus 6  માટે Notift me ઑપ્શનમાં લગભગ 1 મિલિયન લોકો રસ દાખવ્યો છે.”

You might also like