દુનિયાના એક ટકા લોકો પાસે છે 99 ટકા સંપત્તિ

દુનિયાના માત્ર એક ટકા અમીર લોકો પાસે એટલી સંપત્તિ છે જેટલી સંપત્તિ સમગ્ર દુનિયાના 99 ટકા લોકો પાસે છે. ગરીબોના કલ્યાણ માટે કામ કરનારી ઓક્સફેમ નામની એક સંસ્થાએ ક્રેડિટ સ્વિસના આંકડાઓને અનુસાર આ દાવો કર્યો છે.

આ અઠવાડિયે ડાવોસમાં નેતાઓ વચ્ચે એક બેઠક યોજાઇ હતી જેમાં અસમાનતા દૂર કરવા માટે જરૂરી પગલાં લેવા માટે વાતચીત કરવામાં આવી હતી. આ બેઠકમાં લોબિંગ કરનારા તેમજ ટેક્સ ચોરી કરનારા લોકોની ખુબ જ નિંદા કરવામાં આવી હતી.

ઓક્સફેમને અનુસાર દુનિયાના સૌથી અમીર 62 લોકો પાસે જ માત્ર એટલી સંપત્તિ છે જેટલી સંપત્તિ દુનિયાના તમામ ગરીબ લોકો પાસે છે. વર્ષ 2010માં 388 લોકો પાસે દુનિયાના અડધા ગરીબો જેટલી સંપત્તિ હતી.

ઓક્સફેમે નિરાશા વ્યક્ત કરતાં રિપોર્ટ આપ્યો છે કે, જે અર્થવ્યવસ્થાને ભવિષ્યની પેઢી તેમજ સમગ્ર દુનિયા માટે પ્રગતિ કરવાની હતી તે સંપત્તિ માત્ર એક ટકા લોકો પાસે છે. સંશોધનને અનુસાર વર્ષ 2000થી લઇને 2009ની વચ્ચે એક ટકા લોકો પાસે સંપત્તિમાં ઘટાડો નોંધાયો હતો જ્યારે કે વર્ષ 2009 બાદ તેમાં વૃદ્ધિ જોવા મળી છે.

ઓક્સફેમે સરકારોને આ રિપોર્ટ જોઇને યોગ્ય કાર્યવાહી કરવાની ભલામણ કરી છે. તેમણે ભલામણ કરી છે કે, કંપનીમાં કામ કરતાં કર્મચારીઓને મળતી સેલરી તેમજ કંપનીના માલિકને થતાં ફાયદાની વચ્ચેની ખીણને ઓછી કરવામાં આવે. આ સિવાય પણ લિંગ આધારિત વેતનમાં અસમાનતા અને વળતર તેમજ મહિલાઓને જમીન અને સંપત્તિમાં સમાન અધિકાર આપવાની માગ કરી છે.

You might also like