કોચ બોલ્યાઃ સફળ પ્રવાસ વચ્ચે એક ખરાબ દિવસ

પુણેઃ ભારતના મુખ્ય કોચ અનિલ કુંબલેએ ટીમનો બચાવ કરતાં કહ્યું કે, ”૧૯ ટેસ્ટ મેચ સુધી અજેય રહેનારી કોઈ પણ ટીમ માટે સફળ પ્રવાસ વચ્ચે એક ખરાબ દિવસ આવી શકે છે.” કુંબલેએ જણાવ્યું, ”આ નિરાશાજનક છે. જ્યારે રાહુલ અને રહાણે રમી રહ્યા હતા આપણે સારી સ્થિતિમાં હતા. રાહુલના આઉટ થયા બાદ અમે પાંચ-છ બોલમાં ચાર વિકેટ ગુમાવી દીધી. કેટલીક વિકેટ અમે આસાનીથી ગુમાવી. આ પીચ સાચે જ પડકારજનક છે. અમારે બહુ સંયમપૂર્વક વર્તવાની જરૂર હતી. જો ધૈર્યથી કામ લીધું હોત તો રન બની શકે તેમ હતા. આજનો દિવસ અમારો નહોતો રહ્યો. હવે અમારે એ જોવું રહ્યું કે અમે મેચમાં કેવી રીતે વાપસી કરી શકીએ છીએ.”

ગઈ રમત પૂરી થયા બાદ કુંબલેએ વધુમાં કહ્યું હતું કે, ”આ એવી પીચ છે, જેની સાથે બેટ્સમેને સામંજસ્ય કેળવવું પડશે. ટીમ ઇન્ડિયાના બેટ્સમેનો પીચ સાથે તાલમેલ મેળવી શક્યા નહીં. પહેલી ઇનિંગ્સમાં અમે ઓસ્ટ્રેલિયાને એ સ્કોર પર રોકી શક્યા નહીં. કેટલાક બેટ્સમેનોની નિષ્ફળતા જોવાની જ હતી કે જે સતત સારું પ્રદર્શન કરી રહ્યા હતા.”
http://sambhaavnews.com/

You might also like