વડોદરામાં રખડતા ઢોરોએ લીધો વધૂ એક યુવાનનો જીવ

વડોદરા : રખડતા ઢોરોને કારણે વધુ યુવકનું ખાનગી હોસ્પિટલમાં મોત થતા તેને સયાજી હોસ્પીટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો. પરિવાર જનાઓએ સયાજી હોસ્પિટલમાં યુવકના મોતને મામલે હોબાળો મચાવ્યો હતો. સમા વિસ્તારમાં મહેસાણાનગરમાં રહેતો 19 વર્ષીય યુવક ધનતેરસની રાત્રે દૂધ લેવા માટે નીકળ્યો હતો. સામ સાવલી રોડ પર આવેલી કેનાલ પાસેથી પસાર થતો હતો.

ત્યારે સામેથી ગાયોનું ટોળું આવી ગયું હતું. દરમિયા એક ગાયનું શિંગડું યુવકના એક્ટિવમાં ભરઈ જતા યુવક ફંગોળાયો હતો અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી. જે પછી યુવકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં બ્રેન હેમરેજ થતા યુવકનું આજે વહેલી સવારે મોત થયું હતું. જે બાદ પરિવાર જનો તેને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટાલમાં લાવ્યા હતા.

પરિવારજનો તેમજ સ્થાનિકોએ સેવાસદનના વહીવટી તંત્રને માથે દોષનો ટોપલો ઢોળ્યો હતો અને ગૌપાલકો સામે પગલાં ભરવાની માંગ કરી હતી. અને જણાવ્યું હતું કે ગાયો પકડવાનું મેનેજમેન્ટ બોગસ છે. ગાયો પકડવા માટે જાય ત્યારે ગોપાલકોને મેસેજ આપી દે છે, તેથી રખડતી ગાયો પકડાતી નથી. આ ઉપરાંત ડેડ બોડી લઈ જવાની ના પાડી હતી અને દોષિતો સામે પગલાં ભરવાની માંગ કરી હતી.

You might also like