હાર્દિક પટેલનો વધુ એક લેટર બોમ્બ, મુક્તિને બદલે 27 મુદ્દાને આપ્યું મહત્વ

સુરત: એક તરફ એસપીજી પ્રમુખ લાલજી પટેલ દ્વારા મહેસાણા ખાતે જેલ ભરો આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ લાજપોર જેલમાં બંધ પાસના કન્વીનર હાર્દિક પટેલે વધુ એક લેટર બોમ્બ ફોડવામાં આવતાં વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે. હાર્દિકે પોતાના નવા લેટરમાં પોતાની મુક્તિને મહત્વ ન આપતા અનામતના 27 મુદ્દાઓને મહત્વ આપવામાં આવ્યું હતું.

પાટીદારોનું જેલ ભરો આંદોલન શરૂ, 300 કરતાં વધુ પાટીદારોની અટકાયત

હાર્દિક પટેલનો આ લેટર બોમ્બ વકિલને લખવામાં આવ્યો હતો. જેલભરો આંદોલન શાંતિથી પૂર્ણ કરવામાં આવે. હાર્દિક પટેલ કહ્યું હતું કે માંગ અનામતની છે અને તે આપણો હક છે. આ આંદોલન સરકારને ઉખાડવા માટે નથી. આ ઉપરાંત તેમણે લખ્યું હતું કે સોમવારે સરકાર સાથેની મીટીંગમાં કોઇએ જોડાવુ નહી.

આપણા માટે જેલમુક્તિ મહત્વની નથી 27 મુદ્દાઓ અને અનામત મહત્વનું છે. જરૂર પડશે તો ચોક્ક્સાપણે કેટલાક મુદ્દાઓ પર નમતુ જોખીશુ, પરંતુ અનામત માટે નહી, પાટીદારો ભાજપ વિરોધી નથી, પરંતુ જો ભાજપ પાટીદાર વિરોધી બનશે તો અમે ભાજપ વિરોધી બનીશું. ભાજપના કેટલાક મંત્રીઓ સમાધાનના વિરુદ્ધમાં છે. જેઓ પીએમ બનવાની લાલસા રાખી રહ્યા છે.

latter-1

latter-2

You might also like