કેન્યામાં વધુ એક ગુજરાતી યુવકની ગોળી મારી હત્યા

કેન્યામાં વધુ એક ગુજરાતીની ગોળી મારી હત્યા કરવાની ઘટના સામે આવી છે. કેન્યામાં રહેતા મૂળ નડિયાદના નરસંડાના વતની અલ્પેશ પટેલને લૂંટના ઇરાદે કેન્યાના એલટોરેકમાં ગોળી મારી હત્યા કરાઇ છે. અલટોરેકમાં દુકાનેથી ઘર તરફ પરત ફરતી વખતે 4 લૂંટારૂઓએ શખસોએ હત્યા કરી છે. અલ્પેશ પટેલની હત્યાથી નરસંડા ગામમાં શોકની લાગણી ફરી વળી હતી. આ અગાઉ પણ કેન્યામાં ત્રણ વર્ષ અગાઉ અલ્પેશભાઇના મોટાભાઇ સંજયભાઇની પણ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ પરિવારની સંપૂર્ણ જવાબદારી અલ્પેશભાઇ પર હતી. સંજયભાઇના બે સંતાનો, તેમના પત્ની, અલ્પેશભાઇના પત્ની તથા તેમના બે પુત્રો સાથેના સંપૂર્ણ પરિવારની જવાબદારી અલ્પેશભાઇના શીરે હતા. આમ, અલ્પેશભાઇની ગોળી મારી હત્યા કરવામાં આવતા પરિવાર ભાંગી પડ્યો છે.

You might also like