અમદાવાદ શહેરમાં સ્વાઇન ફલૂથી વધુ એકનું મોત

અમદાવાદ: શહેરમાં સ્વાઇન ફલૂનો પ્રકોપ દિન-પ્રતિદિન વધતો જાય છે. ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે સ્વાઇન ફલૂથી ચાલુ મહિનાના ૧પ દિવસમાં ૧૦ દર્દીનાં મોત થયા છે. જ્યારે આજે એક વધુ દર્દીનું સ્વાઇન ફલૂથી મોત થતાં તંત્રમાં દોડધામ થઇ છે.

બહેરામપુરાના નગમાનગરના ૩૦ વર્ષીય યુવક અહેજાઝ દીવાનને સ્વાઇન ફલૂની સારવાર માટે ત્રણ દિવસ પહેલાં વી.એસ. હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સ્વાઇન ફલૂની સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.

સ્વાઇન ફલૂને હવેથી સિઝનલ ફલૂ તરીકે ગણવાની સૂચના રાજ્ય સરકારના હેલ્થ વિભાગ દ્વારા અપાઇ હોવાથી મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલે વી.એસ. હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ અને શારદાબહેન હોસ્પિટલ તેમજ રાજ્ય સરકારની સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફલૂના દર્દી માટેના અલાયદા વોર્ડ તૈયાર કરાયા છે.

You might also like