એશિયન ગેમ્સમાં વધુ એક ગુજરાતીનો ડંકો, રાજ્ય સરકારે કરી ઇનામની જાહેરાત

કચ્છઃ એશિયન ગેમ્સમાં ભારતનો ફરી એક વખત ડંકો બરકરાર રહ્યો છે. એટલે કે વધુ એક ગુજરાતી એશિયન્સ ગેમ્સમાં ઝળહળી ઉઠ્યો છે. ભુજનાં એક યુવાને એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ઈ-સ્પોર્ટસ ગેમમાં તીર્થ મહેતાએ બ્રોન્ઝ મેડલ હાંસલ કરીને ગુજરાતનું નામ પણ વિશ્વ સ્તરે રોશન કર્યું છે. આમ તીર્થ મહેતાએ વિયેતનામ સામે ફતેહ હાંસલ કરી છે.

મહત્વનું છે કે ગુજરાતનાં 6 સ્પર્ધકોએ એશિયન્સ ગેમ્સમાં ભાગ લીધો હતો. જેમાં ઉત્તમ દેખાવ કરતાં રાજ્ય સરકારે પણ ખેલાડીઓનું પ્રોત્સાહન વધારવા માટે રોકડ ઈનામની જાહેરાત કરી છે. સિંગલ ઈવેન્ટ ટેનિસમાં કાસ્ય પદક મેળવનાર અંકિતા રૈનાને 50 લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. તો હરમિત દેસાઈ અને માનવ ઠક્કરને રૂપિયા 30-30 લાખનું ઈનામ જાહેર કરાયું છે.

You might also like