એક મહિનામાં જ્વેલરી કંપનીના શેરમાં ૧૦ ટકા ઉછાળો

અમદાવાદ: જ્વેલરી કંપનીના શેરમાં ફરી એક વાર ચમક જોવા મળી છે. પાછલા એક મહિનામાં જ્વેલરી કંપનીના શેરમાં ૧૦ ટકા કરતાં વધુનો ઉછાળો નોંધાયો છે, જોકે તેની સામે સેન્સેક્સમાં એક મહિનામાં માત્ર ૨.૮૧ ટકાનો સુધારો નોંધાયો છે. વૈશ્વિક બજારમાં સોનું આઠ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી ગયું છે. વૈશ્વિક બજારમાં સોનું ૧,૨૦૦ ડોલરની સપાટી ક્રોસ કરી ૧,૨૧૩ ડોલરની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યું છે. સ્થાનિક બજારમાં પણ ૧૦ ગ્રામ શુદ્ધ સોનાના ભાવે રૂ. ૩૦ હજારની સપાટી ક્રોસ કરી દીધી છે.

નોટબંધી બાદ જ્વેલરી બજારમાં ચમક ઓછી થઇ ગઇ હતી, જોકે ત્યાર બાદ વૈશ્વિક બજારમાં કીમતી ધાતુના ભાવમાં જોવા મળેલા સુધારા તથા નોટબંધીની અસર ઘટતાં જ્વેલરી બજારમાં ફરી એક વાર માગ જોવાતાં જ્વેલરી કંપનીના શેરમાં તેની સકારાત્મક અસર નોંધાઇ છે. પાછલા એક મહિનામાં ૧૦ ટકાથી વધુનો ઉછાળો  નોંધાયો છે. આજે સ્થાનિક બજારમાં સોનાનો ભાવ રૂ. ૩૦,૦૫૦ની સપાટીએ ખૂલ્યો હતો.
http://sambhaavnews.com/

You might also like