એક મહિના પછી શરૂ થનારા ઓલિમ્પિકનું કાઉન્ટ ડાઉન શરૂ

રિયોઃ ગુનાઓથી ત્રસ્ત અને આર્થિક કટોકટીનો માર સહન કરી રહેલા રિયો ડિ જાનેરોમાં એક મહિના પછી શરૂ થનારા ઓલિમ્પિકનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. આ સાથે જ રમતોના મહાકુંભની યજમાની કરનારું રિયો સૌ પ્રથમ દક્ષિણ અમેરિકન શહેર બની જશે. બધાં સ્ટેડિયમ તૈયાર થઈ ચૂક્યાં છે, જેને ફિનિશિંગ ટચ આપવામાં આવી રહ્યો છે. તારીખ પાંચ ઓગસ્ટથી ૨૧ ઓગસ્ટ દરમિયાન ચાલનારા ઓલિમ્પિક દરમિયાન બ્રાઝિલમાં પાંચ લાખથી વધુ સહેલાણીઓ ઊમટી પડવાની આશા રાખવામાં આવી રહી છે. આ ઓલિમ્પિકમાં ઉસેન બોલ્ટથી લઈને જાદુઈ સ્વિમર ફ્લેપ્સ જેવા ઘણા દિગ્ગજો સહિત ૧૦,૦૦૦ ખેલાડીઓ મેડલની દોડમાં સામેલ થશે.

ઓલિમ્પિક પહેલાં જોકે રિયો શહેર ઘણા વિવાદોથી ઘેરાઈ ગયું છે. રિયોના રસ્તાઓ ઉપર સુરક્ષા માટે ૮૫,૦૦૦ પોલીસ કર્મચારી તહેનાત રહેશે, જે ૨૦૧૨ના લંડન ઓલિમ્પિકથી ડબલ છે. ઇસ્તંબુલ અને બગદાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ આતંકવાદ આ ઓલિમ્પિક સામે સૌથી મોટો ખતરો છે. આ ઉપરાંત રિયો શહેરમાં પણ વધી રહેલા ગુનાઓએ શહેરની છબિ ખરાબ કરી નાખી છે. શહેરમાં હત્યાઓનો આંક વધ્યો છે.

• ૫ ઓગસ્ટે મારાકાન સ્ટેડિયમમાં ઓલિમ્પિકનું ઉદ્ઘાટન
• ૩૩ સ્થળે કુલ ૩૦૮ સ્પર્ધા યોજાશે.
• ૧૦,૦૦૦થી વધુ ખેલાડી આ રમતોમાં ભાગ લેશે.

You might also like