એક સાથે 13 પત્નીઓ છે પ્રેગ્નેન્ટ, જાણો તે શખ્સ કોણ છે

કોઇ વ્યક્તિને 13 પત્નીઓ હોય તે તો ગજબની જ વાત છે. પણ તેનાથી વધારે ગજબની વાત એ છે કે તે 13 પત્નીઓ એક સાથે પ્રેગ્નેન્ટ છે. આ વાત પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે. પણ હાલ સોશિયલ મીડિયા પર તમામની તસ્વિરો વાયરલ થઇ રહી છે. જેમાં તે વ્યક્તિ પોતાની 13 પ્રેગ્નેન્ટ પત્નીઓ સાથે જોવા મળી રહ્યો છે.

આ વ્યક્તિ નાઇઝેરિયાનો છે. જેને 13 પત્નીઓ છે. બધા જ સાથે એક જ ઘરમાં રહે છે. ચોકાવનારી વાત તો એ છે કે 13 પત્નીઓ એક સાથે પ્રેગ્નેન્ટ છે અને તેમની વચ્ચે 3થી 5 સપ્તાહનું જ અંતર છે. જોકે કેટલાક લોકોએ એવી કોમેન્ટ કરી છે કે આ કોઇ હોસ્પિટલનો ફોટો છે. જ્યાં ડોક્ટરે 13 પ્રેગ્નેન્ટ મહિલા સાથે ફોટો પડાવ્યો છે. જે તેમની ડિલેવરી કરાવવાના છે. તો કોઇએ એવી કોમેન્ટ કરી છે કે આ વ્યક્તિએ સ્પમ ડોનેટ કરીને 13 મહિલાઓને પ્રેગ્નેન્ટ કરી છે. તો કેટલાક લોકો આ ફોટોને ફેક માને છે. તો કેટલાક તેની પર વિશ્વાસ કરી શકતા નથી. આવું કેવી રીતે શક્ય બની શકે! પરંતુ જો વાસ્તવમાં આવું હશે તો આ એક વર્લ્ડ રેકોર્ડ થશે.

home

 

You might also like