મુંબઇ કોબ્રાને કિસ કરવી યુવકને પડ્યું ભારે : ગુમાવ્યો જીવ

મુંબઇ : સાપના સંરક્ષણ સોમનાથ મ્હાત્રે નામનાં એક વ્યક્તિએ કિંમતી કોબ્રાને કિસ કરવી ભારે પડી હતી. કોબ્રાના માથા પર કિસ કરવા જતા સાપે ડંખ મારતા મૃત્યુ પામવા માટે તેનું નામ ઇતિહાસમાં અમર થશે. 12 વર્ષોમાં મ્હાત્રે 31મો સાપનો સંરક્ષક છે જે સાપના ડંખથી મૃત્યુ પામ્યો છે.

એક્ટિવિસ્ટ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની આવી ઘટનાઓ થતી રોકવા માટે ગાઇડલાઇન્સ જાહેર કરવા માટે જણાવી રહ્યા છે. તેમણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એવા લોકો જેઓ આવા સ્ટંટ કરે છે તેના ફોટો પોસ્ટ કરવામાં સંડોવાયેલા હોય તેમની વિરુદ્ધ એક્શન લેવા જણાવ્યું છે.

ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આવી ઘટનાઓમાં કડક કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે. સોમનાથ નવી મુંબઇમાં સીબીડી બેલાપુર રહેવાસી છે. જે સર્પદંશથી બીજી ફેબ્રુઆરીએ મૃત્યુ પામ્યો હતો. તે વિસ્તારના સાપ સંરક્ષકે જણાવ્યુ, સોમનાથના મિત્રએ આપેલી માહિતી પ્રમાણે સોમનાથ એક સાપને બચાવવા માટે કાર મારફતે સીબીડી બેલાપુર ગયો હતો.

પરંતુ સાપને છોડાવ્યા પછી તે તેને બીજા સ્થળે લઇ ગયો. જ્યાં તે કોબ્રાને માથા પર કિસ કરવાના પ્રયાસમાં અચાનક સાપ ફર્યો અને સોમનાથને છાતી પર ડંખ માર્યો હતો.

You might also like