સમજાતું નથી! એક ભારતનાં વખાણ કરે, એક ઠેકડી ઉડાડે

ભારત સરકારે જાહેર કરેલા વિકાસદર સામે અમેરિકાથી લઈને અનેક વૈશ્વિક સંસ્થાઓએ શંકા ઊભી કરી છે. મોદી સરકારે માત્ર હવામાં વિકાસદર બનાવ્યો છે પણ હકીકતમાં ભારતમાં ફુગાવો છે. સરકારના આંકડા સમજી શકાય તેવા નથી. સરકાર કઈ રીતે વિકાસ બતાવી રહી છે તે કોયડો છે! એવા જાતજાતના પ્રશ્નો ભારત સરકાર સામે ઉઠાવવામાં આવી રહ્યા છે.

થોડા વખત પહેલાં એવા સમાચાર વહેતા થયા હતા કે રોકાણ માટે ભારત શ્રેષ્ઠ છે. તો વળી હમણાં જ વર્લ્ડ બેંકના પ્રમુખ ભારતનાં મોંફાટ વખાણ કરીને ગયા છે. જે જે દેશમાં વડા પ્રધાનં પ્રવાસ કરે છે તે સરકાર ભારતના વિકાસને આવકારી રહી છે પણ તાજેતરમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમે જાહેર કરેલા ‘નેટવર્ક રેડિનિસ ઈન્ડેક્સ’ (એનઆરઆઈ) રિપોર્ટમાં ભારતને તળિયાનું સ્થાન મળ્યું હતું.

આ રિપોર્ટમાં પ્રથમ દસ દેશોને ‘ગ્લોબલ ઈન્ફર્મેશન ટેક્નોલોજી રિપોર્ટ ૨૦૧૬ ઈનોવેટિંગ ઈન ધ ડિજિટલ ઈકોનોમી’ ટાઈટલ આપવામાં આવ્યું હતું. જેમાં સિંગાપોર, ફિનલેન્ડ, સ્વિડન, નોર્વે, અમેરિકા, નેધરલેન્ડ્સ, સ્વિટ્ઝર્લેન્ડ, બ્રિટન અને જાપાનનો સમાવેશ થાય છે. આ રિપોર્ટમાં સિંગાપોરને બાદ કરતા એશિયાના શ્રેષ્ઠ પાંચ દેશોમાં (ચીન, મલેશિયા, મોંગોલિયા, શ્રીલંકા અને થાઈલેન્ડ પણ ભારતને સ્થાન મળ્યું નથી. બ્રિક્સ કન્ટ્રી (બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા, ચીન અને દક્ષિણ આફ્રિકા)માં પણ ભારત પાછળ છે. ભારતને આ સૂચકાંકમાં ૯૧મું સ્થાન મળ્યું હતું.

You might also like