બનાંસકાઠામાં ઓસરતા પાણી સાથે વરવા દ્રશ્યો સર્જાયા : એક જ પરિવારનાં 17નાં મોત

પાલનપુર : ઉત્તરગુજરાતમાં હાલ જળપ્રલય જોવા મળી રહ્યો છે. જો કે હવે જેમ જેમ પાણી ઓસરતા જાય છે તેમ તેમ વરવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાનાં થરાના ખરિયા ગામે એક જ પરિવારનાં 17 લોકોનાં મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગયો છે. ખારિયાનાં દેશલાજી નવાજી ઠાકોરનો પરિવાર પુરમાં ફસાયો હતો. જેમાં પાણી ઓસર્યા બાદ તપાસ કરતા તમામનાં મોત નિપજ્યા છે.

છ ભાઇઓનો સાથે રહેતો પરિવાર પુરનાં પાણીમાં ફસાયો હતો. એક જ પરિવારનાં આટલા બધા લોકો મરી જતા લોકોમાં અરેરારી વ્યાપી ગઇ છે. સાથે સાથે તંત્ર સામે રોષ પણ ફેલાઇ રહ્યો છે. આ પરિવાર દ્વારા તંત્રનો સંપર્ક કરવા માટે પણ ભારે પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે તંત્ર દ્વારા હજી સુધી તેમને મદદ મળી શકી નહોતી.

પ્રાથમિંક અંદાજમાં 1 હજારથી વધારે પશુનાં મોત, 488 ગામો વિજળી વિહોણા, 5 નેશનલ અને 53 સ્ટેટ હાઇવે બંધ 50 હજારથી વધારે લોકોનું સ્થળાંતર અને 100થી વધારે લોકોનાં મોત નિપજ્યા.

You might also like