જેલમાં છાશવારે મોબાઇલ મળી આવે છતાં એક પણ કર્મચારી દોષી નહીં!

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ: અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ સુરક્ષાના મામલે હંમેશાં વિવાદોમાં રહી છે ત્યારે હવે જેલમાં કોઇ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જેલતંત્ર સુરક્ષાને લઇ પૂરતું ધ્યાન આપી રહ્યું છે, પરંતુ જેલમાંથી અવારનવાર મળી આવતા મોબાઇલ ફોનના કારણે જેલ તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓની કામગીરી પર અનેક સવાલ ઊભા કર્યા છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં અવારનવાર મોબાઇલ ફોન મળી આવે છે, જેમાં પોલીસ કેદીઓ સામે ગુનો તો દાખલ કરે છે, પરંતુ હજુ સુધી નવાઇની વાત એ છે કે છાશવારે જેલમાંથી મોબાઇલ મળતાં જેલના કોઇ સિપાઈ વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી નથી.

અંદા‌િજત ૬ કિલોમીટરમાં ફેલાયેલી સાબરમતી સેન્ટ્રલ જેલમાં ૧૦૦ કરતાં વધુ બેરેક છે, જેમાં ર૬૦૦ કરતાં વધુ કાચા કામ તેમજ પાકા કામના કેદીઓ બંધ છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં બે દિવસ પહેલાં એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો, જેમાં રાણીપ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ એસઓજી ક્રાઇમને મોકલી આપી હતી. સેન્ટ્રલ જેલમાં મોબાઇલ ફોન મળી આવે તો તેની તપાસ એસઓજી ક્રાઇમ કરે છે.

એસઓજી ક્રાઇમ જેલમાં મોબાઇલ ફોન રાખનાર કેદીઓની ધરપકડ કરે છે અને તેમની પૂછપરછ કરે છે, જેમાં કેદી મોબાઇલ કેવી રીતે સેન્ટ્રલ જેલમાં લઇ ગયો તેનો ચોંકાવનારો ખુલાસો કરે છે. મોટા ભાગના કેસમાં કેદીને કોર્ટ અથવા હોસ્પિટલથી મોબાઇલ ફોન પરિવાર દ્વારા આપવામાં આવે છે, જેમાં જેલના સિપાઇની મદદથી તે કેદી મોબાઇલ લઇ જાય છે, પરંતુ કેદીઓ પોલીસ સમક્ષ જેલના કોઈ કર્મચારીની સંડોવણીનો ઉલ્લેખ કરતા નથી અથવા તો પોલીસ તેનો કેસ પેપરમાં ઉલ્લેખ કરતા નથી.

જેલમાં મોબાઇલ કેવી રીતે ઘુસાડવામાં આવે છે તે મામલે એક અધિકારીએ નામ ન આપવાની શરતે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. કોઇ પણ કેદી જ્યારે હોસ્પિટલમાં સારવાર માટે અને કોર્ટમાં મુદત માટે જાય છે ત્યારે તેમનાં પરિવારજનો કેદીને મોબાઇલ ફોન આપતા હોય છે. મોબાઇલ ફોન લઇને ચુપચાપ તે સેન્ટ્રલ જેલમાં આવે છે અને જેલના સિપાઇની સાંઠગાઠથી તેને બેરેક સુધી પહોંચાડવામાં આવે છે. એસઓજીએ મોટા ભાગના કેદીઓની કરેલી પૂછપરછમાં કોર્ટ અથવા તો હોસ્પિટલથી મોબાઇલ ફોન આપ્યો હોવાનું બહાર આવ્યું છે.

ગુજરાતની જેલના વડા મોહન ઝાએ જણાવ્યું છે કે કેટલાક કેદીઓનાં પરિવારજનો મોબાઇલ ફોનને દીવાલ કુદાવીને જેલની અંદર ફેકતા હોય છે ત્યારે સિક્યોરિટીની લાપરવાહીના કારણે પણ મોબાઇલ આવી જતા હોય છે. તંત્ર જાગૃત છે એટલે અમે કેસ કરીએ છીએ અને જો જેલ સિપાઇની ભૂમિકા સા‌િબત થાય તો અમે કાયદેસર કાર્યવાહી પણ કરતા હોઇએ છીએ.

સાબરમતી સેન્ટ્રલ જેલના ડીવાયએસપી વી. એચ. ડીંડોરે જણાવ્યું છે કે કેદીઓ નવી ચપ્પલમાં મોબાઇલ ફોન સંતાડીને લાવતા હોય છે. જેલતંત્રએ છથી સાત કેદીઓને આવી રીતે ઝડપી લીધા છે. આ સિવાય કેદીના પરિવાર તેને મૂકવા માટે જેલમાં આવે તો દીવાલ કુદાવીને મોબાઇલ આપી દેતા હોય છે. જોકે કેટલાક કર્મચારી સામે શંુ કાર્યવાહી કરી તેની વિગતો આપવાનો તેમણે ઈન્કાર કર્યો હતો.

એસઓજી ક્રાઇમના એસીપી બી.સી. સોલંકીએ જણાવ્યું છે કે જેલમાં મોબાઇલ રાખનાર કેદીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીએ છીએ, પરંતુ હજુ સુધી કોઇ જેલ સિપાઇના નામની તેમણે કબૂલાત કરી નથી. કોર્ટ અને હોસ્પિટલમાં કેદીના સંબંધીઓ તેને મોબાઇલ આપતા હોય છે.

દિવસમાં ૯ કલાક જ્યારે તમામ કેદીઓને બહાર કાઢવામાં આવે છે ત્યારે સેન્ટ્રલ જેલમાં અધીક્ષક સહિત ૪૦૦ જેલ સિપાઇ, હવાલદાર, સુબેદાર તમામ કેદીઓની સુરક્ષા કરતા હોય છે અને તેમની ગતિવિ‌િધ પર નજર રાખતા હોય છે. સાબરમતી સેન્ટ્રલ જેલને ગુનેગારોની નગરી પણ કહેવામાં આવે છે, કારણ કે પાકા અને કાચા કામના કેદીઓ એકબીજાને મળીને પોતાના મનસૂબા પાર પાડવા માટેનાં કાવતરાં પણ સેન્ટ્રલ જેલમાં ઘડતા હોય છે. કેદીનાં પરિવારજનો સિક્યોરિટીમાં છીંડાં કરીને મોબાઇલ દીવાલથી છૂટો ફેંકી શકે તો કોઇ અસામા‌િજક તત્ત્વો કે આંતકી પણ જેલમાં હેન્ડગ્રેનેડ આસાનીથી ફેંકી શકે છે.

કેદીઓ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે નહીં તે મામલે જેલતંત્રએ ૬ કિલોમીટરની જેલમાં ૧પ 4જી જામર લગાવેલાં છે. આ 4જી જામરની કેપે‌િસટી ૭પ મીટર સુધીની છે. જો કોઇ પણ કેદી ૭પ મીટરથી દૂર જઇને મોબાઇલ ફોનમાં વાત કરે તો 4જી જામર કામ કરતું નથી. આ સિવાય અમુક ચોક્કસ સમયે 4જી જામર બંધ કરી દેવામાં આવતા હોય અથવા ઝામરની ફિકવન્સીમાં ગરબડ હોય તેવી આશંકા છે.

સેન્ટ્રલ જેલમાં પ્રતિબં‌ધિત ચીજવસ્તુઓ કેદીઓ લઇ ના જાય તે માટે જેલ સત્તાધીશોએ અઢી કરોડના ખર્ચે ર‌િશયાથી બોડીસ્કેનર મશીન વસાવ્યું છે. બોડીસ્કેનર મશીન ઓપરેટ કરવા માટે ૧૦ જેલ સિપાઇને સ્પેશિયલ ટ્રે‌િનંગ આપવામાં આવી હતી, જોકે આ સિપાઇની બદલી થઇ જતાં હવે આ મશીન તાલીમ વગરના સિપાઇના હાથમાં છે.

You might also like