લંડનમાં એક શખ્સ દ્વારા ચાકુથી હુમલો, એકનું મોત

લંડન : બ્રિટેનની રાજધાની લંડનમાં એક શખ્સે ચાકુથી લોકો પર હુમલો કર્યો હતો. આ મામલે એક મહિલાની મોત થઇ ગઇ છે. જ્યારે અન્ય 5 લોકો ઘાયલ થયા છે. પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. આ ઘટના સેન્ટ્રલ લંડનના રસલ સ્કેવર પર બની હતી. પોલીસ ઘટના પાછળ આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. રસલ સ્કેવર એક શખ્સ દ્વારા ચાકુથી હુમલાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આ શખ્સે ચાકુથી હુમલો કરી ઘણા લોકોને ઘાયલ કર્યા હતા.

આ હુમલામાં કુલ છ લોકો ઘાયલ થયા હતા જેમાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના બાદ વધારાના પોલીસદળને ઘટના સ્થળે મુકવામાં આવી હતી. બ્રિટનના સમય અનુસાર આ ઘટના બુધવાર રાત્રે 10-30 કલાકની આસપાસ થઇ હતી.

You might also like