પ્રદેશ કાર્યાલય ખાતે એક દિવસીય વક્તા શિબિરની શરૂઆત

ગાંધીનગર: રવિવારે ભાજપ દ્રારા પ્રદેશ કાર્યાલય ખાતે એક દિવસીય વક્તા શિબિરની શરૂઆત થઈ હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીની અધ્યક્ષતામા શરૂ થયેલી શિબિરમા દિલ્હીથી સંગઠનના રાષ્ટ્રીય મહામંત્રી મુરલીધર રાઓ, સહ સંગઠક મંત્રી વિ સતીષ તથા ડો મહેશ ચંદ્ર શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા જેઓ 550થી વધુ કાર્યકર્તાઓ સંબોધશે.

ગુજરાતમાં ભાજપ સંગઠન દ્વારા 2017ની વિધાનસભા ચૂંટણી પૂર્વે એક લાખ કાર્યકર્તાઓને પ્રશિક્ષણ આગામી એક માસમા પ્રશિક્ષિત કરવામા આવશે. કમલમ ખાતે રવિવારે શરૂ થયેલી પ્રવક્તા કાર્યશાળામા પ્રદેશના હોદ્દદારો, પ્રભારીઓ તથા વક્તાઓને વિશેષ પ્રશિક્ષણ આપવામા આવશે જે આગામી એક માસમા મંડલ કક્ષાએ કાર્યકર્તાઓને પ્રશિક્ષિત કરશે.

ભારતીય જનતા પાર્ટી સરકાર અને સંગઠન સાથેના સંકલન પર વિશેષ ભાર આપી રહી છે. છેલ્લા ઘણા સમયથી પક્ષમા ચાલતા નેતૃત્વના સમાચાર અને કાર્યકર્તાઓમાં છવાયેલી હતાશા બાદ કાર્યકર્તાઓમા જૂસ્સો ભરવા વિવિધ કાર્યક્રમો કરી રહી છે. વિકાસના મુ્દ્દાઓ ને લઈ પ્રજાને વચ્ચે જનારા કાર્યકર્તાઓને શિબિરથી કેટલો ફાયદો થાય છે તે આગામી સમય જ બતાવશે.

You might also like