જાપાનમાં વેલેન્ટાઇન ડેના એક મહિના બાદ મનાવાય છે ‘વ્હાઇટ ડે’

(એજન્સી)ટોકિયો, શુક્રવાર
સમગ્ર દુનિયા ૧૪ ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે મનાવીને ભૂલી જાય છે, પરંતુ જાપાનમાં તેના બરાબર એક મહિના બાદ ૧૪ માર્ચે વ્હાઇટ ડે મનાવાય છે. આ દિવસે રજા હોય છે. વેલેન્ટાઇન ડેના દિવસે જે પુરુષોને મહિલાઓ પાસેથી ગિફટ મળે છે વ્હાઇટ ડેમાં પુરુષો એ મહિલાઓને ગિફટ આપે છે. ખાસ વાત એ છે કે આ ભેટ સફેદ રંગની હોય છે.

જાપાનમાં ૪૦ વર્ષથી વ્હાઇટ ડેની ઉજવણી થાય છે. હવે તે પૂર્વ એશિયાઇ દેશો ચીન અને દ‌િક્ષણ કોરિયામાં પણ મનાવાય છે. જાપાનમાં તો એવી હાલત છે કે વ્હાઇટ ડે માટે માર્કેટને ખાસ રીતે સજાવાય છે. જાપાનમાં સામાન્ય રીતે મહિલાઓ વેલેન્ટાઇન ડેના દિવસે પુરુષોને ચોકલેટ આપે છે. વ્હાઇટ ડેના દિવસે પુરુષો મહિલાઓને કોઇ સફેદ વસ્તુ ભેટમાં આપે છે.

જેમ કે કેક, રૂમાલ કે સફેદ મોતીની કોઇ જવેલરી. જાપાનની સ્વીટ બનાવનારી કંપની ઇસીમુરાએ દાવો કર્યો છે કે ૪૦ વર્ષ પહેલાં તેણે વ્હાઇટ ડેની શરૂઆત કરી હતી. તેનો હેતુુ એ હતો કે પુરુષો પણ મહિલાઓનો આભાર માને. આ દિવસે પુરુષાે ઓફિસે કે ઘરે મહિલાઓને ભેટ આપીને તેમનો આભાર માને છે.

You might also like