ઉપલેટામાં ગાડી બ્રિજ તોડીને નીચે પડ્યા બાદ સળગી : 3નાં મોત

ઉપલેટા : રાજકોટ જિલ્લાનાં ઉપલેટા તાલુકાનાં ડુમિયાણા ગામ નજીક એગ ડાકી પુલ નીચે ખાબકી હતી. ખાબકતાની સાથે જ તે ભડભડ સળગી ઉઠી હતી. કારમાં બેઠેલા પાંચ જણા પૈકી ત્રણ લોકોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 2 લોકોને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે ઘટનાની જાણ થતા મોટા પ્રમાણમાં સ્થાનિકો દોડી આવ્યા હતા. તેઓએ આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો સાથે સાથે ફાયરને પણ જાણ કરી હતી. ઘટનાં અંગે જાણ થતા જ તાત્કાલીક ફાયરની ટીમ તથા 108ને જાણ કરી હતી.
ફાયરની ટીમે સળગતી કાર પર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. જો કે આ અંગે વિગતે મળતી માહિતી અનુસાર અકસ્માત થયો તે પરિવાર પોરબંદરનો હતો. તેઓ પોતાનાં સંબંધીને મળીને પરત જઇ રહ્યા હતા દરમિયાન ગાડી ઉપલેટાનાં ડુમિયાણા ગામ નજીક અકસ્માત થયો હતો. જ્યાં નાળા નચી ગાડી પડતાની સાથે જ ભડભડ સળગી ઉઠી હતી. મૃતકોમાં પિતા પુત્ર અને અન્ય એક વ્યક્તિનો સમાવેશ થાય છે. ચેતન જુંગી તથા તેનાં પિતા પ્રેમજીભાઇ જુંગીનું ઘટનાં સ્થળે જ મોત નિપજ્યું હતું. ગંભીર રીતે ઘાયલ બે વ્યક્તિઓને રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ડ્રાઇવર યુસુફ ખરોય અને ચેતનનાં પુત્ર દિપનો સમાવેશ થાય છે.

You might also like