સુરતઃ PAAS કન્વીનર અલ્પેશ કથિરીયા પરનાં હુમલા મામલે એક આરોપીની ધરપકડ

સુરતઃ PAAS કન્વીનર અલ્પેશ કથિરીયા પર હુમલા મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. સુરત ક્રાઈમબ્રાંચે આ કેસમાં પ્રતીક કચ્છી નામનાં આરોપીની ધરપકડ કરીને તેને કાપોદ્રા પોલીસનાં હવાલે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે સાંજે 5 શખ્સોએ અલ્પેશ કથિરીયા પર હુમલો કરીને 5 શખ્સો ફરાર થઈ ગયાં હતાં. જેનાં વિરોધમાં PAAS સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે શહેરમાં PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા પર હુમલો કરવામાં આવ્યો હોવાંની એક ઘટના સામે આવી હતી. જેમાં વરાછામાં તાપી દર્શનનાં ગેટે કારમાં આવેલાં 5 શખ્સોએ હુમલો કર્યો હતો. આ મામલે કથિરીયાએ અભીજીરા અને તેનાં સાગરીતો સામે ફરિયાદ પણ નોંધાવી હતી. ઘરનાં ગેટ પાસે જ અલ્પેશ કથીરિયા પર હુમલો કરનારાઓ પાસે તિક્ષ્ણ હથિયાર હતાં અને આ હુમલામાં આ અલ્પેશ કથીરિયાને ઇજા પણ પહોંચી છે.

મહત્વનું છે કે પાટીદાર અનામત આંદોલન (PAAS)નાં કન્વીનર અલ્પેશ કથીરિયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સુરતનાં કાપોદ્રા વિસ્તારમાં સોસાયટીમાં અલ્પેશ પર હુમલો થયો હતો. જો કે મહત્વનું છે કે અલ્પેશને મળવા આવેલાં અભીજીરાએ તેનાં મિત્રો સાથે તેની પર હુમલો કર્યો હતો.

અલ્પેશને કહેવામાં આવ્યું કે,”તું પાટીદાર નેતા બને છે. તેમ કહીને ચપ્પા વડે હુમલો કર્યો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ હુમલા બાદ અલ્પેશે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવેલી હતી. જેથી સુરત ક્રાઈમબ્રાંચે એક આરોપીની ધરપકડ કરીને તેને કાપોદ્રા પોલીસનાં હવાલે કર્યો હતો.

You might also like