ધોની નિવૃત્તિ લેશે ત્યારે તેની ખોટ વર્તાશે: ડીન જોન્સ

કોલકાતા: ભારતની મર્યાદિત ઓવરની મેચોની ટીમનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ભલે થોડો ઝાંખો પડી ગયો હશે, પણ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન ડીન જોન્સનું માનવું છે કે ઝારખંડનો આ આક્રમક ક્રિકેટર તેની તેજસ્વી કારકિર્દીનો અંત લાવ્યા પછી ઉપખંડની સ્થિતિમાં તેની ભારે ખોટ વર્તાશે.

વિરાટ કોહલીને સુકાન સોંપવાની જ્યારે માગણી થઈ
રહી છે ત્યારે જોન્સ આ મહાન ખેલાડીને નિવૃત્તિ તરફ ધકેલવાના વિચારનો વિરોધ કરે છે, કારણ કે કોહલીને દરેક પ્રકારની ક્રિકેટમાં ધોની પાસેથી સુકાન મેળવવા માટે હજી ઘણો સમય છે. “મહાન ખેલાડીઓને રમત બહાર ફેંકી દેવા માટે આપણે ઉતાવળ કરીએ છીએ. ધોનીએ ભારતીય ક્રિકેટની જે પ્રમાણે સેવા કરી છે તે માટે તેને સમય અપાવો જોઈએ. હું નથી માનતો કે કોહલી બધા પ્રકારની રમતમાં સુકાન સંભાળવા ઉતાવળિયો છે, એમ જોન્સે પોતે આપેલી મુલાકાતમાં કહેતા ઉમેર્યું હતું કે ધોની જો નિવૃત્તિ લેશે ભારતમાં તેની મોટી ખોટ પડશે. તાજેતરમાં ભારતીય ટીમના ભૂતપૂર્વ ડિરેક્ટર રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે સમય આવી લાગ્યો છે અને કોહલી દરેક પ્રકારની ક્રિકેટમાં સુકાન સંભાળવા તૈયાર છે. જોન્સે કહ્યું હતું કે ધોનીને ભારતના એક સૌથી મહાન ખેલાડી તરીકે યાદ રખાશે.

You might also like