એક હત્યારાથી CEO સુધીની સફર જોન વોલવર્ડેની રોચર સ્ટોરી

સમરવિલ : યૂથબિલ્ડ યુએસએનાં નવા લીડર જોન વોલવર્ડે કોઇ ટિપિકલ સીઇઓ નથી. પોતાની ગર્લફ્રેન્ડના રેપિસ્ટની હત્યા કરવાનાં કેસમાં જોન 16 વર્ષની સજા પણ ભોગવી ચુક્યા છે. એવામાં યૂથબિલ્ડનાં સીઇઓ સુધીની સફર જોનની સફર વાસ્તવમાં જ ખાસ છે. જેલમાં સજા ભોગવવાં દરમિયાન અન્ય કેદીઓથી અલગ જોને આ સમયનો સદુપયોગ કર્યો.

જોને સજા વચ્ચે જ કોલેજની 2 ડિગ્રીઓ પ્રાપ્ત કરી અને સાથી કેદીઓને ભણવા ગણવાનું શિખવ્યું. એટલું જ નહી કેદ દરમિયાન જોને એચઆઇવી/એડ્સના કાઉન્સિલર તરીકે પણ કામ કર્યું. જોન આગામી અઠવાડીયાથી યૂથબિલ્ડનાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફીસર (સીઇઓ)નું પદ સંભાળવાનાં છે. યૂથબિલ્ડ સમરવિલ મૈસાચુસેટ્સ ખાતે એક નોનપ્રોફિટ કંપની છે. આ કંપની યુવાનો, લો ઇનકમ ડ્રોપઆઉટ લોકોને રોજગાર માટે સ્કિલ્સ શિખવવામાં મદદ કરે છે.

જોનનું કહેવું છે કે તેઓ એવું વિચારે છે કે જે યુવાનોની મદદની તૈયારીમાં છે તેમની સામે પોતાની પોસ્ટ અંગે ઇમાનદાર રહે. અહીં દર 3માંથી એક યુવાનનો ગુનાહિત રેકોર્ડ છે. યૂથબિલ્ડનાં સમરવિલ ખાતેનાં હેડક્વાર્ટરમાં વક્તવ્યમાં જોને કહ્યું કે, તેઓ મારા જેવા જ છે. આ જ કારણે તેમનો રસ્તો પણ મારી જેવો જ હોઇ શકે છે. એવામાં તેઓ કાંઇ એવું પ્રાપ્ત કરી શકે છે જેની તેમણે ક્યારે કલ્પના પણ નહી કરી હોય.

એક હત્યાનાં કિસ્સામાં દોષીત થતા પહેલા જોન એક સારા સ્ટુડન્ટ રહી ચુક્યા છે. 1991માં જોનની ઉંમર 20 વર્ષની હતી. તે ઉંમરમાં તેમણે પોતાની ગર્લફ્રેંડના રેપિસ્ટ એખ ફોટોગ્રાફરનાં માથામાં ગોળી મારી દીધી હતી. ફોટોગ્રાફર તે સમયે બે અન્ય સેક્સ અપરાધોનો આરોપ હતો. જોનને તેના માટે 16 વર્ષી સજા ફટકારવામાં આવી હતી.

You might also like