રસ્તામાં જોવા મળતી આ વસ્તુઓ છે અશુભ, રાખો અંતર

શું તમે જાણો છો કે વિષ્ણુ પુરાણ અનુસાર રસ્તા પર ચાલતી વખતે જોવા મળતી ચીજવસ્તુઓ એક સંકેચ લઇને આવે છે. આ ચીજવસ્તુઓનો ખાસ હેતુ હોય છે અને આ આપણા જીવનમાં ખૂબ અસર પણ કરે છે. એટલા માટે રસ્તા પર ચાલતી વખતે આ ચીજવસ્તુઓને જોવાથી દૂર રાખો.

ન્હાવાનું પાણી
ગામ અથવા કસ્બામાં સામાન્ય રીતે ગરની બહાર જ ન્હાતા જોવા મળે છે. પરંતુ શહેરોમાં એવું હોતું નથી, પરંતુ તેમ છતાં તમને રસ્તા પરથી પસાર થતાં કોઇ વ્યક્તિના ન્હાવાનું પાણી જોવા મળે તો તરત બીજો રસ્તો શોધી લો. વિષ્ણુ પુરાણમાં આપેલા નિર્દેશો અનુસાર સ્નાન બાદ ફેલાયેલું પાણી ગંદુ અને અપવિત્ર હોય છે. આ પાણીના સંપર્કમાં આવવાથી આપણી પવિત્રતા નષ્ટ થઇ જાય છે.

અસ્થી અથવા હાડકા
રસ્તા આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો માર્ગ બતાવે છે, પરંતુ સાથે આ રસ્તાઓ પર કેટલીક દુર્ઘટના પણ થાય છે. જેમાં કેટલીક વખત જાનવરોનું મોત થઇ જાય છે. એવામાં મૃત પ્રાણીઓના હાડકાં રસ્તા પર જોવા મળે છે તો એનાથી દૂર રહીને રસ્તા પાર કરી દેવો જોઇએ.

વાળ
શાસ્ત્રોના અનુસાર વાળને પણ અપવિત્ર માનવામાં આવે છે. કેટલીક વખત એવું થાય છે કે કોઇ વ્યક્તિના તૂટેલા વાળ રસ્તામાં જોવા મળે તો એનાથી દૂર રહીને નિકળવું જોઇએ.

કાંટા
વાળ બાદ જો રસ્તામાં આપણને કોઇ વસ્તુ અથવા કાંટા જોવા મળે તો આપણે એનાથી અંતર બનાવીને નિકળી જવું જોઇએ. વિષ્ણુ પુરાણ અનુસાર કાંટાને અશુભ નહીં, પરંતુ પરેશાની આપનાર માનવામાં આવ્યું છે. એટલા માટે એ જોવા મળએ તો એને સાઇડમાં કરી દેવું જોઇએ કારણ કે કોઇ વ્યક્તિને વાગી જાય નહીં.

ભસ્મ એટલે રાખ
જો રસ્તામાં ભસ્મ જોવા મળે તો એનાથી પણ દૂર રહીને જ નિકળવું જોઇએ. યજ્ઞ હવનથી મળેસી ભસ્મ પવિત્ર હોય છે અને જો એની પર પગ પડે છે તો એને અશુભ માનવામાં આવે છે.

You might also like