સરદાર પટેલ રિંગ રોડ પર ઇનોવા કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

અમદાવાદ: સરદાર પટેલ રિંગ રોડ પર દાસ્તાન ફાર્મ નજીકથી ક્રાઇમ બ્રાંચે ઇનોવા કારમાં લવાતા દારૂના જથ્થા સાથે ચાર શખસોને ઝડપી લીધા હતા. ઉપરાંત નરોડાના સૈજપુર ટાવર પાસે મહાજનિયાવાસમાંથી પણ દારૂ‌-બિયરના જથ્થા સાથે બે શખસની ધરપકડ કરી તમામ મુદ્દામાલ કબજે કર્યો છે. ક્રાઇમ બ્રાંચે ગઇ કાલે સાંજે ઇનોવા કારમાં કેટલાક શખસ સરદાર પટેલ રિગ રોડ પર દાસ્તાન સર્કલ નજીક પોલીસે વોચ ગોઠવી કારમાંથી જુદી જુદી બ્રાન્ડની ૩૧ર વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

પોલીસે આસિફખાન પઠાણ (રહે. મધુમંગલ સોસાયટી, જુહાપુરા), સુધીર સિંગન (રહે. સુહાસ ફલેટ, ઓઢવ), મોહસિન ફકીર (રહે. તાહિર ડુપ્લેક્સ, ફતેવાડી) અને સઇમ દેસાઇ (રહે. મધુમંગલ સોસાયટી, જુુહાપુરા)ની ધરપકડ કરી છે.
નરોડાના સૈજપુર ટાવર રોડ પર આવેલા મહાજનિયાવાસમાં દરોડો પાડી આનંદ છારા (રહે. મહાજનિયાવાસ, નરોડા) અને રાજેશ ઉર્ફે રાજુ દંતાણી (રહે. રણછોડભાઇની ચાલી, નરોડા રોડ)પાસેથી રૂ.૩પ,૦૦૦નો દારૂ ઝડપ્યો હતો.

http://sambhaavnews.com/

You might also like