મહેસાણા ખાતે રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી, રાજ્યપાલ અને CMએ ધ્વજવંદન કર્યું

આજે દેશભરમાં 69માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યકક્ષાની ઉજવણી મહેસાણા ખાતે કરવામાં આવી છે. રાજ્યના ગર્વનર ઓ. પી. કોહલી તેમજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યાં છે. રાજ્યપાલ ઓ. પી. કોહલી દ્વારા મહેસાણા ખાતે રાજ્યકક્ષાની ઉજવણીને લઇને ધ્વજવંદન કર્યું છે.

રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી મહેસાણામાં કરવામાં આવી હતી. રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ મહેસાણામાં ધ્વજ ફરાવીને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલ ઓ.પી. કોહલીએ પરેડ કરતાં જવાનોની સલામી ઝીલી હતી અને અભિવાદન કર્યું હતું.આ કાર્યક્રમમાં કેસરી, સફેદ અને લીલા વસ્ત્રોમાં સજ્જ બાળકોએ સૂર્યનમસ્કાર કરીને મેદાનને તિરંગામાં રંગી નાંખ્યું હતું.

You might also like