બાળકી પર રેપ કરનાર ફરાર પંચાયતે પરિવારને સજા અાપી

અાગ્રા: ૧૧ મહિનાની એક બાળકી સાથે પડોશમાં રહેતા ૧૬ વર્ષીય કિશોરે રેપ કર્યો. અા ઘટના શનિવારે સવારે અાગ્રા જિલ્લાના કાશબા ગામમાં થઈ. પોલીસે પોતાની કાર્યવાહી કરતાં અારોપી વિરુદ્ધ ૩૭૭ની કલમ દાખલ કરી છે. બીજી તરફ પંચાયતે ફરમાન જારી કરીને ગ્રામીણોને અારોપીના પરિવારનો બહિષ્કાર કરવા કહ્યું.

જે જગ્યાઅે અા ઘટના ઘટી હતી તે સ્થાનિક પોલીસ સ્ટેશનથી ૫૦૦ મીટર દૂર છે. અેક સ્થાનિક રહીશે જણાવ્યું કે અારોપી કિશોર સમગ્ર વિસ્તારમાં કુખ્યાત છે. પહેલા પણ કમ સે કમ ત્રણ વાર તેણે કિશોરો સાથે, સેક્સ વર્કર સાથે જોયો હતો. શનિવારે સાંજે તે અા બાળકીના ઘરે ગયો. તેણે બાળકી સાથે રમવાની વાત કહી. તે તેના માટે રમકડું પણ લાવ્યો હતો. બાળકીનાં માતા-પિતાને તેના ઇરાદા અંગે જાણ ન હતી.

તેણે તે બાળકીને તેના ઘરે લઈ જવા દીધી. અારોપીઅે બાળકીનું શારીરિક શોષણ કર્યું. જ્યારે માતા-પિતાઅે બાળકીના રડવાનો અવાજ સાંભળ્યો તો દોડતાં તેના ઘરે ગયા. અને તેમણે અા ઘટના નિહાળી. ઘટના બાદ અારોપી ત્યાંથી ભાગી ગયો.

અા ઘટના બાદ રવિવારે કગરોલમાં એક પંચાયત બેઠી અને તમામે સર્વ સંમતિથી અારોપીના પરિવારનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો. એવું પણ નક્કી કરાયું કે કોઈ પણ વ્યક્તિ અારોપીના પરિવારને કોઈ સામાન નહીં વેચે. ગામની કોઈપણ દુકાનથી તેઅો સામાન નહીં ખરીદી શકે.

You might also like