ફાગણી પુનમને ધ્યાને રાખી ડાકોરમાં પોલીસનો ખડકલો

ડાકોર: ગુજરાતના પાંચ યાત્રાધામોમાંના એક ડાકોરમાં હાલ ફાગણી હોળી પુનમનો મેળો ચાલી રહ્યો છે. લાખોની સંખ્યામાં યાત્રાળુઓ પદયાત્રા કરી અહિં પહોચવાના છે. ત્યારે યાત્રાળુઓની સુરક્ષામાં કોઈ કચાસના રહે તે માટે ખેડા જિલ્લા પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે.

થોડા સમય પહેલા ISISના આંતકીઓ દ્વારા ચોટીલા મંદિરને ઉડાવી દેવાનું ષડયંત્ર ખુલ્લુ પડ્યું ત્યાર પછી આ મેળાની સુરક્ષામાં સઘન વધારો કરી દેવામાં આવ્યો છે. કોઈ પણ પરિસ્થિતીને પહોચી વળવા માટે સુરક્ષાને 6 વિભાગમાં વહેચવામાં આવી છે. જેમાં આધુનિક હથિયાર અને CCTV દ્વારા નજર રાખવામાં આવી રહી છે સાથે સાથે પોલીસ સેવા કેન્દ્રો પણ ખોલવામાં આવ્યા છે જેથી યાત્રાળુઓ કોઈ હાલાકી ભોગવવી ના પડે ડાકોરમાં પોલીસ બંદોબસ્તમાં મોટા પ્રમાણમાં પોલીસ અધિકારો ફરજંદ કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ફાગણ મહિનાની પુનમે સેકડો લોકો રાજા રણછોડરાયના દર્શને પધારતા હોય છે તેવામાં આ લોકોની સુરક્ષા અને વ્યવસ્થા કરવી તે પોલીસ માટે મોટો પડકાર હોય છે. જોક આ વખતે ચોટીલાકાંડ પકડાયા બાદ પોલીસ સામે સુરક્ષા પડકાર સમાન બની છે.
14 પોલીસ અધિક્ષક
35 પોલીસ ઈન્સ્પેક્ટર
99 પોલીસ સબ ઈન્સ્પેક્ટર
943 પોલીસકર્મીઓ
1100 હોમગાર્ડના જવાનો
325 GRDના જવાનો

You might also like