અમદાવાદના રિવરફ્રન્ટના પૂર્વ કાંઠે હેરિટેજ ગાર્ડન બનશે

અમદાવાદ: છસો વર્ષથી પણ જૂના અમદાવાદને યુનેસ્કો દ્વારા દેશના સર્વપ્રથમ વર્લ્ડ હે‌િરટેજ સિટીનો દરજજો અપાયો છે. શહેરમાં કોટની દીવાલ-દરવાજા સીદી સૈયદની જાળી, ઝૂલતા મિનારા, ભદ્રકાળી મંદિર જેવાં ઐતિહાસિક સ્થાપત્ય છે.

તંત્ર દ્વારા આ પ્રકારનાં ઐતિહાસિક સ્થાપત્યને લગતો ભવ્ય હે‌િરટેજ ગાર્ડન તૈયાર કરવાનાં ચક્રો ગતિમાન કરાયાં છે. સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ કાંઠે રૂ.૧૦ કરોડના ખર્ચ બનનાર હે‌િરટેજ ગાર્ડન દેશ-વિદેશના સહેલાણીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.

મ્યુનિસિપલ તંત્ર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ કાંઠે એલિસબ્રિજ- નહેરુબ્રિજની વચ્ચે આશરે વીસ હજાર સ્કવેર મીટરની વિશાળ જગ્યામાં નયનરમ્ય હે‌િરટેજ પાર્ક બનાવાશે. આ માટેના આકિટેક્ટની પસંદગી હેતુ તંત્ર દ્વારા એકસપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ બહાર પડાયા હોઇ તેની છેલ્લી તારીખ આગામી તા.રપ સેપ્ટેમ્બર છે.

દરમ્યાન મ્યુનિસિપલ બાગ-બગીચાના ડાયરેકટર જિજ્ઞેશ પટેલને પૂછતાં તેઓ તેઓ કહે છે હે‌િરટેજ પાર્કમાં ભદ્રનો કિલ્લો, ઝૂલતા મિનારા, શહેરના બાર ઐતિહાસિક દરવાજા પૈકીના બે-ત્રણ દરવાજા, સીદી સૈયદની જાળી જેવા ઐતિહાસિક સ્થાપત્યના સ્કલ્પ્ચર તૈયાર કરાશે, પરંતુ હાલમાં આર્કિટેક્ટ માટેના એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ જેવી હાથ ધરાયેલી પ્રક્રિયાના આધારે હે‌િરટેજ પાર્ક આગામી બે વર્ષમાં તૈયાર થશે, જેના નિર્માણ પાછળ આશરે રૂ.૮થી ૧૦ કરોડનો ખર્ચ થવાની શકયતા છે.

You might also like