દીપિકાએ ફિટનેસ ચેલેન્જનો વીડિયો કર્યો શેર, થઈ ટ્રોલ

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણે બેડમિંગ્ટન સ્ટાર પી.વી.સિંધુની ચેલેન્જને સ્વીકારતાં ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં દીપિકા પદુકોણે રનિંગ કરતો એક જીઆઇએફ વીડિયો પોસ્ટ કર્યો છે. બ્લેક કલરના ટ્રેકશૂટમાં દીપિકા મોર્નિંગ વોક કરી રહી છે. દીપિકા પાદુકોણે લખ્યું છે કે હું ફિટનેસને લઇને ખૂબ જ ઉત્સાહિત રહું છું અને હવે મારું નવું ઝૂનૂન છે રનિંગ. થેંકયુ પી.વી.સિંધુ. તારી ચેલેન્જ સ્વીકારી લીધી છે. હવે હું મિતાલી રાજ, રાણી રામપાલ અને અદિતિ અશોકને આ ચેલેન્જ આપવા ઇચ્છું છે કેમકે હમ ફિટ તો ઇન્ડિયા ફિટ.

ફિટનેસ ચેલેન્જમાં ભાગ લેતા દીપિકાનું આ ટ્વિટ થોડા જ સમયમાં વાઇરલ થઇ ગયું. દીપિકાએ આ મેસેજ લખ્યા બાદ સોશિયલ મીડિયાના યુઝર્સે અજીબોગરીબ સવાલ ઉઠાવવાના શરૂ કરી દીધા. એટલું જ નહીં ફેન્સે એમ પણ કહ્યું કે મિતાલી રાજ તો એક દિવસ પહેલાં જ પોતાનો વીડિયો પોસ્ટ કરી ચૂકી છે. બીજી તરફ યુઝર્સે કહ્યું કે દીપિકા તેં તારો જૂનો વીડિયો પોસ્ટ કર્યો છે જે યોગ્ય નથી.

કોઇએ દીપિકાના આ પ્રયાસના વખાણ કર્યાં તો કોઇ મજાક કરતું જોવા મળ્યું.
દીપિકા પદુકોણ પહેલાં વિરાટ કોહલી પુશઅપ્સ, ઋત્વિક રોશન સાઇક્લિંગ, પી.વી.સિંધુ ચીનઅપ અને સાયના નહેવાલે ડમ્બેલ્સ ઉઠાવીને આ ચેલેન્જને આગળ વધારી છે. ઘણી મોટી વ્યકિતઓએ પણ આ ચેલેન્જમાં ભાગ લીધો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિરાટ કોહલીની ચેલેન્જને સ્વીકારતાં પોતાનો વીડિયો અપલોડ કરવાનો વાયદો કર્યો હતો.

 

ફિટનેસ ચેલેન્જની શરૂઆત યુવા અને રમતગમત બાબતોના પ્રધાન અને ઓલિમ્પિક વિજેતા રાજ્વર્ધનસિંહ રાઠોડે કરી. ત્યાર બાદ યશોધરા રાજેથી મનોજ તિવારી સુધીના લોકોએ પોતાનો વીડિયો બનાવીને ફિટનેસ ચેલેન્જનો જવાબ આપ્યો. વીડિયોમાં યશોધરા રાજે સિંધિયા ટ્રેડ મિલ પર દોડીને એકસર્સાઇઝ કરતાં દેખાય છે. ત્યાર બાદ તેમણે સૂર્ય નમસ્કાર કર્યા. મનોજ તિવારીએ પણ પોતાનો વીડિયો શેર કરીને શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચનને ચેલેન્જ આપી હતી. આ ફિટનેસ ચેલેન્જમાં હવે બોલિવૂડથી લઇને ટીવી એકટર્સ, પોલિટિશિયન્સ, સ્પોર્ટસ પર્સન અને પ્રધાનો પણ સામેલ થવા લાગ્યા છે.

You might also like