… તો 50 રૂપિયામાં ડીઝલ અને 55 રૂપિયામાં મળી શકે છે પેટ્રોલ

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે છત્તીસગઢ દેશનું મોટું બાયોફયુઅલ કેન્દ્ર બની શકે છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ મુખ્યમંત્રી રમન સિંહને રાજ્યમાં 4,251 કરોડની નિર્માણને લઇને ભેટ આપી.

છત્તીસગઢ ખાતે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને કેદ્રીય PDWD મંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે, પેટ્રોલિયમ મંત્રાલય ઈથેનોલ ફેકટરી પ્લાન્ટના પ્રારંભ કરી રહ્યું છે.

જેની મદદથી ડીઝલ રૂ. 50 અને પેટ્રોલ 55 રૂપિયે મળશે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે ભાજપ સરકાર વિરૂદ્ધ હાલ દેશમાં જનઆક્રોશ જોવા મળી રહ્યો છે. જેને લઇને સોમવારે દેશભરમાં કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષ દ્વારા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું.

છત્તીસગઢના દુર્ગમાં એક કાર્યક્રમમાં પહોંચેલા નીતિન ગડકરીએ ઈંધણની સમસ્યાનું કાયમી નિરાકરણની વાત કરતા કહ્યું કે, અમારૂ પેટ્રોલિયમ મંત્રાલય ઈથેનોલ બનાવવા માટે દેશમાં પાંચ પ્લાન્ટ સ્થાપિત કરશે. લાકડું અને કચરામાંથી ઈથેનોલ બનાવવામાં આવશે. જેનાથી ડીઝલ 50 રૂપિયા અને પેટ્રોલ 55 રૂપિયે મળશે.

અમે લગભગ આઠ લાખ કરોડ રૂપિયાનું ડીઝલ અને પેટ્રોલ આયાત કરીએ છીએ. ડૉલરની સરખામણીમાં રૂપિયો સતત ગગડી રહ્યો છે. ગડકરીએ કહ્યું કે હું છેલ્લાં પંદર વર્ષથી કહી રહ્યો છું કે, ખેડૂત અને આદિવાસી બાયોફ્લૂઅલ બનાવી શકે છે.

જેનાથી એરક્રાફ્ટ પણ ઉડાવી શકાય છે. અમારી નવી ટેકનોલોજીના દમ પર ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલા ઈથેનોલથી ગાડીઓ ચલાવી શકાશે.

You might also like