સાત લાખ On Paper બોગસ કંપનીઓ પર તવાઈ આવશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચાર અને કાળાં નાણાં સામે ગાળિયો વધુ મજબૂત કસી રહી છે. સરકારે હવે પેપર પરની કંપની સામે એક્શન લેવાની કવાયત હાથ ધરી છે. એક અંદાજ મુજબ દેશભરમાં આવી છથી સાત લાખ કંપની છે, જેના દ્વારા કાળાં નાણાં અને મની લોન્ડરિંગ થઇ રહ્યું છે તેવો આરોપ છે. એટલું જ નહીં આમાંથી કેટલીક કંપનીઓ એવી છે કે જેઓએ મોટા પ્રમાણમાં નિયમની વિરુદ્ધમાં જઇને નાણાકીય વ્યવહાર કર્યો છે અને નોટબંધી બાદ બેન્કમાં મોટા પ્રમાણમાં રોકડ જમા કરાવી છે. દેશમાં ૧૫ લાખ રજિસ્ટર્ડ કંપની છે, જેમાંથી ૪૦ ટકા કંપની શંકાસ્પદ છે. કેન્દ્ર સરકારે આવી શંકાસ્પદ કંપનીની તપાસ માટે સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ બોર્ડ સહિત કેટલીક એજન્સીઓને આ અંગેની જવાબદારી સોંપી છે.

આવકવેરા વિભાગના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે આવકવેરા વિભાગ આવી કંપનીઓની માહિતી એકઠી કરી રહી છે. ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝની સમક્ષ રિટર્ન ફાઇલ ન કરવાના કારણે આ કંપનીઓ પહેલેથી જ રડારમાં હતી.

સરકાર આરબીઆઇ, ઇન્ટેલિજન્સ બ્યૂરો, કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રી, સેબી તથા વિવિધ એજન્સીઓની પેપર પરની કંપનીઓ માટે મદદ લઇ રહી છે.

http://sambhaavnews.com/

You might also like