10 ઓક્ટોબરે એફિલ ટાવર પર એ થશે , જે આ પહેલાં ક્યારે પણ નથી થયું

પેરિસઃ ફિલ્મ નિર્માણ કંપની યશરાજ ફિલ્મકાર આદિત્ય ચોપરા તેની આગામી ફિલ્મ બેફિક્રેનું ટ્રેલર અહીં એફિલ ટાવર પર રજૂ કરવાના છે. કંપની તરફથી પ્રાપ્ત થયેલા નિવેદન પ્રમાણે ફ્રાંસના અધિકારીઓના સહયોગથી રણવીર સિંહ અને વાની કપૂર અભિનીત ફિલ્મનું ટ્રેલર 10 ઓક્ટોબરે અહીં રજૂ કરવામાં આવશે.

પોતાની આ ફિલ્મને રણવીર અને વાની એક અલગ અંદાજમાં રજૂ કરશે. જી હા યશરાજ ફિલ્મ 10 ઓક્ટોબરે એફિલ ટાવર પર આદિત્ય ચોપરા નિર્દેશિત ફિલ્મ બેફિક્રેનું ટ્રેલર રજૂ કરીને ઇતિહાસ બનાવશે.

આવું પ્રથમ વખત થવા જઇ રહ્યું છે કે જ્યારે કોઇ ફિલ્મનું ટ્રેલર એફિલ ટાવર પર લોન્ચ થઇ રહ્યું હોય. આ પહેલાં કોઇ પણ બોલિવુડ, હોલીવુડ કે પછી યૂરોપિયન ફિલ્મનું ટ્રેલર પેરિસના એફિલ ટાવર પર રિલીઝ થયું નથી.

You might also like