આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર PM મોદીએ નારીશક્તિને સલામ કરી

(એજન્સી) નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહિલાઓને નમન કર્યાં અને તેમને અભિનંદન આપ્યાં. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આપણે આપણી અદમ્ય નારીશક્તિને સલામ કરીએ છીએ. અમને મહિલા સશક્તિકરણને આગળ વધારવા માટે કેટલાય નિર્ણય લેવાનો ગર્વ છે.

તેમણે ‌િટ્વટર પર એક વીડિયો પોસ્ટ કરતાં લખ્યું છે, પ્રત્યેક ભારતીયને વિવિધ ક્ષેત્રમાં મહિલાઓની શાનદાર ઉપલબ્ધિઓ પર ગર્વ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પોતાના હોંસલાથી લોકો સામે ઉદાહરણરૂપ બનનાર સાત પ્રમુુખ મહિલાઓ સહિત ૧૦નું સન્માન કરશે.

અેર ઇન્ડિયા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે સંપૂર્ણ રીતે મહિલા ચાલકદળવાળી ૧ર આંતરરાષ્ટ્રીય અને ૪૦થી વધુ ડોમેસ્ટિક ફલાઇટનું સંચાલન કરશે.

એરલાઇન્સે એક નિવેદનમાં જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સંદર્ભે તેની મધ્યમ અને લાંબા અંતરની ૧ર ઈન્ટરનેશનલ ફલાઇટમાં ચાલકદળમાં માત્ર મહિલાઓ હશે. ડોમેસ્ટિક માર્ગો પર ૪૦થી વધુ ઉડાનનું પરિચાલન સંપૂર્ણ રીતે મહિલાઓ હસ્તક હશે.

એર ઇન્ડિયા આ ૧ર આંતરરાષ્ટ્રીય ઉડાન માટે ડી-૭૮૭ ડ્રીમલાઇનર અને બી-૭૭૭ વિમાનને લગાવી રહી છે. આ ઉડાનમાં દિલ્હી-સિડની, મુંબઇ-લંડન, દિલ્હી-રોમ, દિલ્હી-લંડન, મુંબઇ-દિલ્હી-શાંઘાઇ, દિલ્હી-પે‌િરસ, મુંબઇ-ન્યૂયોર્ક, દિલ્હી-ન્યૂયોર્ક, દિલ્હી-વોશિંગ્ટન, દિલ્હી-શિકાગો અને દિલ્હી-સાન ફ્રાન્સિસ્કો માર્ગની ઉડાન સામેલ છે.

એલિયન્સ એરે એક નિવેદનમાં કહ્યું કે કેપ્ટન આસના આચાર્ય અને પાઇલટ ક‌િનકા શર્માના નેતૃત્વમાં એરલાઇન્સની પૂર્ણ મહિલાના ચાલકદળવાળી એક ઉડાન દિલ્હીથી ધર્મશાળા જશે અને ત્યાંથી દિલ્હી પરત ફરશે. મહિલા દિવસના અવસરે સ્પાઇટ જેટ રર એવી ઉડાનનું સંચાલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી મહિલાઓની હશે.

You might also like