15 ફેબ્રુ.એ ‘વંદેભારત’ એક્સપ્રેસને વડા પ્રધાન ગ્રીન સિગ્નલ આપશે

728_90

(એજન્સી) નવી દિલ્હી: દેશની સૌથી ઝડપી ટ્રેન પર સવારી કરવાનો ઈન્તજાર હવે આજ મહિને પૂરો થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતની પહેલી એન્જિન રહિત ટ્રેન ‘વંદેભારત’ એક્સપ્રેસ ૧૫ ફેબ્રુઆરીએ સવારે ૧૦.૦૦ વાગ્યે નવીદિલ્હી રેલવે સ્ટેશનથી રવાના કરશે. રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપી છે.

તાજેતરમાં રેલવે પ્રધાન પીયૂષ ગોયલે ટ્રેન-૧૮ને ‘વંદેભારત’ એક્સપ્રેસ નામ આપ્યું હતું. તેને ચેન્નઈની ઈન્ટિગ્રલ કોચ ફેકટરીમાં તૈયાર કરાઈ છે. તે દિલ્હી રાજધાની માર્ગના એક ખંડ પર પરીક્ષણ દરમિયાન ૧૮૦ કિ.મી. પ્રતિ કલાકથી વધુની ગતિ હાંસલ કરીને ભારતની સૌથી ઝડપી ટ્રેન બની ગઈ છે.

અધિકારીએ કહ્યું હતું કે વડા પ્રધાન ૧૫ ફેબ્રુઆરીથી સવારે ૧૦.૦૦ વાગ્યે આ ટ્રેનને રવાના કરશે. એક કાર્યક્રમ પણ યોજાશે. ત્યાં તેઓ ભાષણ આપશે. આ આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે કેમ કે તે રેલવેની પહેલી સ્વદેશી ટ્રેન છે. ૧૬ ડબાવાળી આ ટ્રેન ૩૦ વર્ષ જૂની શતાબ્દી એક્સપ્રેસની જગ્યા લેશે અને દિલ્હી તેમજ વારાણસીની વચ્ચે ચાલશે.

૧૦૦ કરોડ રૂપિયાના ટ્રેનસેટના વાઈફાઈ, જીપીએસ આધારિત સુચના પ્રણાલી, ટચ ફ્રી બાયો વેક્યુમ ટોઈલેટ, એલઈડી લાઈટિંગ, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ અને ક્લામેટ કન્ટ્રોલ જેવી સુવિધાઓ હશે.

You might also like
728_90