દારૂડિયાએ નશામાં પોલીસ અધિકારીનું ગુપ્તાંગ કાપી નાખ્યું

કોલંબો : શ્રીલંકામાં ધમાલ રોકવી પોલીસને ભારે પડ્યું હતું. પોલીસે ધમાલ અટકાવવા માટે અધિકારીએ પોતાનો જ જીવ જોખમમાં નાખ્યો હતો. પોલીસ અધિકારી એક રિસોર્ટમાં દારૂડીયાઓ વચ્ચે થયેલી બબાલ અટકાવવા માટે પહોંચ્યો હતો. જો કે આ બબાલમાં એક દારૂડીયાએ પોલીસનાં પ્રાઇવેટ પાર્ટ પર હૂમલો કરી દીધો હતો. જેનાં કારણે હાલ પોલીસ અધિકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેની હાલક નાજુક હોવાનું પણ હોસ્પિટલ ઓથોરિટી જણાવી રહી છે.

રવિવારે રાત્રે શ્રીલંકાની રાજધાની કોલંબોથી 70 કિલોમીટર દુર કોસ્ટલ રિસોર્સમાં પીડિત પોલીસ અધિકારીએ હોબાળો અટકાવવા માટે પ્રયાસ કર્યો હતો. નશામાં ચુર આરોપીને પકડવા માટે પોલીસ અધિકારી જેવો આગળ વધ્યો કે તેણે અધિકારીનાં ગુપ્તાંગ પર જોરદાર બચકુ ભર્યું હતું. આ દારૂડીયાએ નશામાં એટલુ જોરદાર બચકુ ભર્યું હતું કે ગુપ્તાંગ બે ભાગમાં વહેંચાઇ ગયું હતું. જે માત્ર ચામડીની મદદથી જ લટકી રહ્યું હતું.

ખુબ જ ગંભીર અવસ્થામાં અધિકારીને હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ઇમરજન્સીમાં તેની સર્જરી કરીને ગુપ્તાંગના કપાયેલા હિસ્સાને જોડવામાં આવ્યો હતો. જો કે હજી પણ તેની હાલત નાજુક છે. એક વરિષ્ઠ અધિકારી દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. ઉપરાંત આરોપી પર ફરજમાં રૂકાવટ, એક પોલીસ અધિકારીને ગંભીર નુકસાન સહિતનાં વિવિધ ચાર્જ લગાવવામાં આવ્યા છે.

You might also like