ભાજપે જાહેર કરી 400 કરોડની નોટ, ગાંધીના બદલે કેજરીવાલનો ફોટો

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી 400 કરોડ નોટ પર વિવાદ છેડાઇ ગયો છે. ભાજપ દ્વારા છાપવામાં આવેલી આ નોટમાં રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીના બદલે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનો ફોટો લગાવવામાં આવ્યો છે. તો બીજી તરફ આ નોટ 1000 નોટની નકલ છે જેમાં 1000ના બદલે 400 કરોડ લખ્યું છે.

સાથે જ ગાંધીજીની જગ્યાએ લગાવવામાં આવેલા અરવિંદ કેજરીવાલની ટોપી ગોટાળા પાર્ટી લખવામાં આવ્યું છે. આ નોટમાં રાષ્ટ્રીય પ્રતીક ચિહ્નના બદલે આમ આદમી પાર્ટીના ચૂંટણી ચિહ્ન ઝાડૂને સ્થાન આપવામાં આવ્યું છે. એટલું જ નહી નોટમાં 420 લખવામાં આવ્યું છે.

દિલ્હી ભાજપે આ નોટને જાહેર કરતાં કહ્યું કે લોકો પેમ્પલેટ ફેંકી દે છે પરંતુ આ પ્રકારની નોટને સાચવી રાખે છે. અમે આ પ્રકારની 36 હજારની નોટ છપાવી છે. અમે દિલ્હીના દરેક ઘરમાં આ નોટને વહેંચીશું અને અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચારથી માહિતગાર કરાવશે.

You might also like