ઓમપુરીનાં આ 6 વિવાદિત નિવેદનોનાં સમગ્ર દેશમાં પડ્યા હતા પડઘા

નવી દિલ્હી : આક્રોશ, અર્ધસત્ય અને આરોહણ જેવી સાર્થક ફિલ્મોમાં દમદાર અભિયનથી પોતાની ઓળખ બનાવનારા ઓમપુરીનું 66 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું. ઓમપુરીની સાથે જીવવા અંતિમ તબક્કામાં કેટલાક વિવાદો જોડાયેલા રહ્યા. આ વિવાદોનાં કારણે તેઓ ઘણી વખત અસહજ પણ થયા. આવા જ ઓમપુરીનાં જીવન સાથે જોડાયેલા છ વિવાદ
1. આર્મી જવાન
એક ટીવીમાં ચર્ચા દરમિયાન ઓમપુરીએ સરહદ પર ભારતીય જવાનોની શહીદી અંગે કહ્યું હતું કે, તેમને આર્મીમાં ભરતી થવા માટે કોણે કહ્યું હતું ? તેમને કોણે કહ્યું હતું કે હથિયાર ઉઠાવો ? આ નિવેદન બાદ ઓમપુરીની વિરુદ્ધ કેસ દાખલ થયો હતો. ત્યાર બાદ આ મુદ્દે તેમણે માફી માંગતા કહ્યું હતું કે, મે જે કહ્યું તેના માટે અફસોસ છે. આ માટે હું સજાનો ભાગીદાર છું. મને માફ ન કરવામાં આવી શકે. હું ઉરી હૂમલામાં મૃત્યુ પામેલા ભારતીય સૈનિકોનાં પરિવાર પાસે માફી માંગુ છું.

2.રામલીલા મેદાન

રામલીલા મેદાનમાં અન્ના હજારેના મંચ પરથી ઓમપુરીએ નેતાઓ પર તીખો હૂમલો કર્યો હતો. લાખોની ભીડ સામે તેમણે કહ્યું હતું કે, જ્યારે આઇએએસ અને આઇપીએસ ઓફીસરો અભણ નેતાઓને સલામ કરે છે તો મને શરમ આવે છે. તેઓ અભણ છે, તેઓનુ શું બેકગ્રાઉન્ડ છે ? અડધાથી વધારે સાંસદો અંગુઠાછાપ છે. આ નિવેદન બાદ વિવાદ વધ્યો અને પુરીએ માફી માંગી લીધી. તેમણે કહ્યું કે હું સંસદ અને સંવિધાનની ઇજ્જત કરૂ છુ મને ભારતી હોવા પર ગર્વ છે.

3.આમીરની અસહિષ્ણુતા

આમિર ખાને ભારતમાં વધી રહેલ અસહિષ્ણુતા અંગે કહ્યું કે તેમની પત્ની એક દિવસ દેશ છોડવાનો ઉલ્લેખ કર્યો હતો. આ અંગે ઓમપુરીએ કહ્યું કે, તે પરેશાન છે કે આમીર ખાન અને તેની પત્ની આવુ વિચારે છે. અસહિષ્ણુતા મુદ્દે અમિરનું નિવેદન સહેવા લાયક નથી. આમિરે બિલ્કુલ બિનજવાબદારીપુર્વકનું નિવેદન આપ્યું છે. તમે તમારા સમુદાયનાં લોકોને ઉકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. કાંતો તૈયાર થઇ જાઓ અને લડો અથવા તો પછી દેશ છોડીને ચાલતી પકડો.

4. ગૌહત્યા

ભારતમાં ગૌહત્યા પર પ્રતિબંધ લગાવવાનાં મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે ઓમપુરીએ કહ્યું હતુ, જે દેશમાં બીફની નિકાસ કરીને ડોલર કમાવાઇ રહ્યા છે ત્યાં ગૌહત્યા પ્રતિબંધિત કરવાનીવાત એક પાખંડપુર્ણ છે.

5.નક્સલ વિવાદ

ઓમપુરીએ કહ્યુ હતું કે નક્સલી ફાઇટર છે ન કે આતંકવાદી. તેમણે મીડિયા સાથે ચર્ચા કરતા કહ્યું કે તેઓ આતંકવાદી નથી કારણ કે તેઓ બિનજવાબદારીપુર્વકનું કામ નથી કરતા. નકસલી પોતાના હક્કો માટે લડી રહ્યા છે. તેઓ સામાન્ય માણસને પરેશાન નથી કરતા.

6. મોદી પર વિવાદિત નિવેદન

ઓમપુરીનું મોદી પરનું નિવેદન પણ ખુબ જ ચર્ચિત થયું હતું. તેમણે કહ્યું હતું કે અત્યારે જુઓ અમારી પાસે કોઇ પસંદગી નથી, સિવાય મોદીજીની ગોદમાં બેસવા સિવાય ગોદ અમે જોઇ લીધી છે.

You might also like